Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : મણિનગરનાં યુવક, વેજલપુરનાં મહિલાનું મોત, Gujarat First એ પરિવાર સાથે કરી વાત

અભિનવના પત્ની સમગ્ર ઘટનાથી અજાણ છે. જ્યારે, અમદાવાદમાં અભિનવ પરિહારનાં પરિવારમાં ભારે શોક છે.
ahmedabad plane crash   મણિનગરનાં યુવક  વેજલપુરનાં મહિલાનું મોત  gujarat first એ પરિવાર સાથે કરી વાત
Advertisement
  1. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મણિનગરનાં યુવકનું મોત (Ahmedabad Plane Crash)
  2. પરિવાર સાથે લંડનમાં સ્થાયી અભિનવ પરિહારનું વિમાન દુર્ઘટનામાં નિધન
  3. બિઝનેસ પ્લાનથી અભિનવ પરિહાર અમદાવાદ આવ્યા હતા
  4. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જયાબેન ગજ્જરનું પણ અવસાન
  5. મમ્મી સાથે આખરી મુલાકાત હશે ખબર નહોતી : પુત્ર

Ahmedabad Plane Crash : અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મણિનગરનાં (Maninagar) યુવકનું મોત નીપજ્યું છે. બિઝનેસ પ્લાન માટે અમદાવાદ આવેલા અભિનવ પરિહાર પણ આ વિમાનમાં સવાર હતા. 30 તારીખે જવાનું હતું પરંતુ, કામ વહેલું પૂર્ણ થતાં અચાનક 12 તારીખે ટિકિટ બુક કરાવી હતી. બીજી તરફ, એર ઇન્ડિયા (Air India) વિમાન ત્રાસદીમાં જયાબેન ગજ્જર નામનાં મહિલાનું પણ અવસાન થયું છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે જયાબેન ગજ્જરનાં પરિવાર સાથે વાતચીત કરી છે.

પરિવાર સાથે લંડનમાં સ્થાયી અભિનવ પરિવહારનું વિમાન દુર્ઘટનામાં નિધન

અમદાવાદમાં ગઈકાલે સૌથી મોટી વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash) ઘટી હતી. મુસાફરોથી ભરચક એર ઇન્ડિયાનું વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા ટેકઓફમાં અમુક મિનિટો બાદ જ ક્રેશ થયું હતું અને મેઘાણીનગર વિસ્તારમાં આવેલ બીજે મેડિકલ કોલેજની (BJ Medical College) એક બિલ્ડિંગ સાથે અથડાતા તેમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 242 લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે. આ દુર્ઘટનામાં અમદાવાદનાં મણિનગરનાં અભિનવ પરિહારનું પણ મોત નીપજ્યું છે. અભિનવ પરિવહાર પત્ની અને પુત્ર સાથે લંડનનાં ગોલ્ડન સ્ટેટમાં રહેતા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Surat : અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો, સુરતની મહિલાએ પ્લેનમાં ક્ષતિ હોવાનો કર્યો દાવો

કામ વહેલું પૂર્ણ થતા અચાનક 12 તારીખે ટિકિટ બુક કરાવી

માહિતી અનુસાર, અભિનવ પરિહાર બિઝનેસ પ્લાન માટે અમદાવાદ આવ્યા હતા. 20 દિવસ રોકાયા બાદ ગત રોજ લંડન (London) જવા માટે નીકળ્યા હતા. જો કે, અભિનવભાઈને 30 તારીખે જવાનું હતું પરંતુ, કામ વહેલું પૂર્ણ થતા અચાનક 12 તારીખે ટિકિટ બુક કરાવી હતી. પરિવારે તેમના DNA સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) જમા કરાવ્યા છે. માહિતી છે કે અત્યાર સુધી અભિનવના પત્ની સમગ્ર ઘટનાથી અજાણ છે. જ્યારે, અમદાવાદમાં અભિનવ પરિહારનાં પરિવારમાં ભારે શોક છે.

આ પણ વાંચો - Rajkot : પૂર્વ CM વિજય રૂપાણીના નિધન બાદ શાળા સંચાલકોનો મોટો નિર્ણય

મમ્મી સાથે આખરી મુલાકાત હશે ખબર નહોતી : પુત્ર

બીજી તરફ એરઇન્ડિયાનાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં વેજલપુરનાં (Vejalpur) જયાબેન ગજ્જર નામનાં મહિલા પણ સવાર હતા. ગુજરાત ફર્સ્ટ દ્વારા જયાબેન ગજ્જરના પરિવાર સાથે વાતચીત કરવામાં આવી. જયાબેનનાં પુત્રે જણાવ્યું કે, મમ્મી સાથે આખરી મુલાકાત હશે એ ખબર નહોતી. પરિવારનાં અન્ય સભ્યોએ જણાવ્યું કે, જયાબેન અવાર-નવાર દીકરી સાથે લંડન રહેવા જતા હતા. ત્યાંનું વાતાવરણ તેમને ખૂબ જ ગમતું હતું. જયાબેનનાં અવસાનને લઈ દરેક સભ્યની આંખમાં આંસુ છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : ઈંગ્લેન્ડના 2 મૃતકોએ જૂનાગઢમાં કર્યો હતો યોગાભ્યાસ, સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટે આપી શ્રદ્ધાંજલિ

Tags :
Advertisement

.

×