Ahmedabad Plane Crash : 251 હતભાગીના DNA મેચ થયા, 245 મૃતદેહ પરિવારને સોંપાયા
- અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મહત્ત્વના સમાચાર (Ahmedabad Plane Crash)
- દુર્ઘટનાનાં 251 હતભાગીઓના DNA થયા મેચ
- 251 પૈકી 245 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા
- 6 મૃતદેહ પી.એમ. રૂમ ખાતે તૈયાર, જેમાંથી 2 યુકેના
- 3 મૃતદેહ આવતીકાલે તેમના પરિવારજનો લઈ જશે
Ahmedabad Plane Crash : અમદાવાદ એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ કરવા માટે હજું પણ DNA ટેસ્ટની પ્રક્રિયા ચાલુ છે. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે અત્યાર સુધીમાં 251 DNA મેચની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાની માહિતી સામે આવી છે. જ્યારે, 6 પાર્થિવ દેહ પીએમ રૂમ ખાતે પરિવારજનોને સોંપી દેવાની તૈયારીમાં છે, જેમાંથી બે UK ના છે.
આ પણ વાંચો - Gram Panchayat Election : ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ
251 પૈકી 245 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા
અમદાવાદમાં 12 જૂનનાં રોજ એરઇન્ડિયા પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) કરૂણતિકા સર્જાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં થયેલા ભયંકર વિસ્ફોટમાં મૃતદેહ ગંભીર રીતે બળી જતાં તેમની ઓળખ કરવી મુશ્કેલી બની હતી. આથી, પરિવારજનોનાં DNA સેમ્પલ લઈ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 251 હતભાગીના DNA મેચ થયા છે. જ્યારે 245 પાર્થિવદેહો તેમના પરિવારજનોને સોંપી દેવાયા છે. 6 પાર્થિવ દેહ પીએમ રૂમ ખાતે પરિવારજનોને સોંપી દેવાની તૈયારીમાં છે, જેમાંથી બે UK ના છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર
દુર્ઘટનાના 251 હતભાગીઓના DNA થયા મેચ
251 પૈકી 245 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા
6 મૃતદેહ પી.એમ. રૂમ ખાતે તૈયાર જેમાંથી 2 યુકેના
3 મૃતદેહ આવતીકાલે તેમના પરિવારજનો લઈ જશે
એક પાર્થિવદેહ 25મી તારીખે પરિવારને સોંપાશે #Gujarat #Ahmedabad… pic.twitter.com/09Mtl3oQzv— Gujarat First (@GujaratFirst) June 22, 2025
આ પણ વાંચો - Air India Crash Victims: DNA ટેસ્ટ દ્વારા 247 પીડિતોની ઓળખ, 232 મૃતદેહો સંબંધીઓને સોંપાયા
26 મૃતદેહ બાય એર, 219 બાય રોડ એમ્બ્યુલન્સ થકી વતન મોકલાયા
માહિતી મુજબ, 3 મૃતદેહ આવતીકાલે તેમના પરિવારજનો લઈ જશે અને એક પાર્થિવદેહ 25 મી તારીખે સોંપાશે. 26 મૃતદેહ બાય એર, 219 બાય રોડ એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન સુધી પહોંચાડવામાં આવ્યા છે. 245 પાર્થિવ દેહમાંથી 176 ભારતીય, 49 બ્રિટિશ,1 કેનેડિયન, 7 પોર્ટુગીઝ અને 12 અન્ય છે. 233 પ્લેનમાં સવાર અને 12 સ્થાનિકોનાં મૃતદેહ સોંપાઈ ગયા હોવાની માહિતી છે. બાકીનાં DNA મેચ થયા બાદ ડેડબોડી પરિવારને સોંપાશે. 8 મૃતકના પરિવારજનોના DNA ફરીવાર લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Gram Panchayat Election : ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ