ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું દુઃખદ નિધન થયું હતું. આજે તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. વાંચો વિગતવાર.
08:34 AM Jun 14, 2025 IST | Hardik Prajapati
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું દુઃખદ નિધન થયું હતું. આજે તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. વાંચો વિગતવાર.
Vikay Rupani Gujarat First

Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12મી જૂન ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) મૃત્યુ પામ્યા હતા. આજે સદગત વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપાય તેવી શક્યતાઓ છે. વિજય રુપાણીની મૃતદેહ સોંપણી માટે ડીએનએ સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને આજે સોંપી દેવામાં આવશે.

રાજકોટ ખાતે કરાશે અંતિમવિધિ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરો પૈકી 241ના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાંથી એક ગુજરાતના પૂર્વ મુખ્યંત્રી Vijay Rupani પણ હતા. વિજ્ય રુપાણીના મૃતદેહને આજે તેમના પરિવારને સોંપવામાં આવશે. તેમના મૃતદેહને રાજકોટ લાવવામાં આવશે. રાજકોટમાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે. અત્યારે વિજય રુપાણીના પુત્ર ઋષભ રુપાણી (Hrishabh Rupani) વતન પહોંચી રહ્યા છે. વિજય રુપાણીના નિધનથી રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ગમગીની વ્યાપી ગઈ છે. વિજય રુપાણીના અકાળે મૃત્યુને લીધે રાજકોટની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

વડાપ્રધાન મોદીએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ઘણા વર્ષોના સાથી એવા Vijay Rupani નું ગતરોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટના બાદ ગતરોજ વડાપ્રધાને સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને અન્ય પરિવારજનોને રુબરુ મળીને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાને વિજય રુપાણીના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે સંબંધ રહ્યો હતો. અનેક પડકારોમાં અમે ખભાથી ખભો મિલાવીને કામ કર્યુ હતું. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા. મેયરથી CM સુધીની જવાબદારી વિજયભાઈએ યોગ્ય રીતે નિભાવી હતી. વડાપ્રધાને વિજય રુપાણીના પરિવારને સાંત્વના આપી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash Incident : એર ઈન્ડિયામાં એર હોસ્ટેસ હતી મનીષા થાપા, પ્લેન ક્રેશમાં થયું મોત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે વિજય રુપાણીના પરિવારને રુબરુ મળીને સાંત્વના પાઠવી હતી. જ્યારે વડાપ્રધાન મોદી (Prime Minister Modi) રુપાણી પરિવારને મળ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને પણ સદગત વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : 16મી જૂને પતિના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા લંડન જઈ રહી હતી હરપ્રીત કોર

Tags :
Ahmedabad Plane crashAnjali RupaniBhupendra Patel condolencebody handoverFormer Gujarat Chief MinisterFuneralGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsPM Modi meets Rupani familyPrime Minister ModiRAJKOTRajkot schools closedVijay Rupani deathVrishabh Rupani
Next Article