Ahmedabad Plane Crash : પોલીસની કામગીરી અંગે એડિશનલ CP સાથે Gujarat First ની વાતચીત
- Ahmedabad Plane Crash દુર્ઘટનામાં પોલીસ વિભાગની કામગીરી અંગે વાતચીત
- ગુજરાત ફર્સ્ટે શહેર સેક્ટર-2 પોલીસ એડિશનલ CP સાથે કરી ખાસ વાતચીત
- વિવિધ એજન્સી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શ્રેષ્ઠ સંકલન રહ્યું : CP
- "યોગ્ય અને સમયસર સંકલનથી લઇ અત્યાર સુધીની કામગીરી પાર પડી"
Ahmedabad Plane Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના બાદ સતત ખડેપગે રહેનાર પોલીસ વિભાગની (Gujarat Police) કામગીરી અંગે વધુ માહિતી મેળવવા ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ દ્વારા સેક્ટર-2 એડિશનલ જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલ રાઠોડ (Jaipal Rathod) સાથે ખાસ વાતચીત કરવામાં આવી. દરમિયાન તેમણે જણાવ્યું કે, વિવિધ એજન્સી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શ્રેષ્ઠ સંકલન રહ્યું. યોગ્ય અને સમયસર સંકલનનાં કારણે અત્યાર સુધીની કામગીરી પાર પડી છે.
આ પણ વાંચો - Ahmedabad : ગાંધીનગર બાદ અમદાવાદમાં દીવાલ પડી, બે શ્રમિકનાં મોત
ગુજરાત ફર્સ્ટે સેક્ટર-2 પોલીસ એડિશનલ CP સાથે કરી વાતચીત
અમદાવાદમાં 12 જૂનનાં રોજ બપોરે એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત (Ahmedabad Plane Crash) થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં 240 થી વધુ પેસેન્જર સહિત મોટી સંખ્યામાં લોકો મૃત્યું પામ્યા છે. આ ગોઝારી પ્લેન દુર્ઘટનામાં વિવિધ સરકારી વિભાગની કાર્યવાહી શ્રેષ્ઠ સાબિત થઈ છે. સંજોગો વસાત જે સમયે પ્લેન દુર્ઘટના બની ત્યારે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) અને તેના તમામ ઉચ્ચ અધિકારીઓ શાહીબાગ વિસ્તારની નવી પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક માટે હજાર હતાં, કે જ્યાંથી પ્લેન દુર્ઘટના સ્થળે પહોંચવું સરળ અને ઝડપી હતું.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની તપાસ એન્જસીએ કરી પૂછપરછ!
વિવિધ એજન્સી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શ્રેષ્ઠ સંકલન રહ્યું : CP
શહેર પોલીસ દ્વારા સમગ્ર દુર્ઘટના દરમિયાન માનવીય અભિગમ દાખવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેની સાથે-સાથે સોશિયલ પોલિસિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) આખા રેસ્ક્યૂ ઓપરેશનથી લઈને અત્યાર સુધી ખડેપગે રહેનાર પોલીસની કામગીરી અંગે સેક્ટર 2 એડિશનલ જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલ રાઠોડ (Jaipal Rathod) સાથે ખાસ વાતચીત કરી છે. દરમિયાન, CP જયપાલ રાઠોડે જણાવ્યું કે, વિવિધ એજન્સી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શ્રેષ્ઠ સંકલન રહ્યું. યોગ્ય અને સમયસર સંકલનથી લઇ અત્યાર સુધીની કામગીરી પાર પડી. પ્લેન ક્રેશ એ સૌ માટે અલગ જ પ્રકારની દુર્ઘટના હતી. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંયમતાપૂર્વક કામ કર્યું. પરિસ્થિતિને હેન્ડલ કરવી એ ખૂબ જ પડકારજનક હતી. છતાંય પોલીસે સંવેદનશીલપૂર્વક કામગીરી પાર પાડી.
આ પણ વાંચો - Rath Yatra 2025 : કામગીરી સમયે AMC ની ઘોર બેદરકારી! રથયાત્રા અંગે ઋષિકેશ પટેલનું નિવેદન