Ahmedabad Plane Crash : જેતપુરનાં યુવકનો આબાદ બચાવ, પરંતુ બે બેચમેન્ટનું થયું નિધન
- અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો (Ahmedabad Plane Crash)
- હોસ્ટેલમાં જમ્યા બાદ પરત નીકળેલા વિદ્યાર્થીનો આબાદ બચાવ
- જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
- હોસ્ટેલમાં જમ્યા બાદ પરત નીકળતી વેળાએ જ પ્લેન ક્રેશ થયુ હતું
- વિમાન ક્રેશ થતાં જ આગની જ્વાળામાં વિદ્યાર્થીનો હાથ દાઝ્યો
Ahmedabad Plane Crash : અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં (BJ Medical College) જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ હોસ્ટેલનાં મેસમાં જમ્યા પછી સાથી વિદ્યાર્થી સાથે લાઈબ્રેરી જતો હતો તે દરમિયાન જ બિલ્ડિંગ સાથે એર ઇન્ડિયાનું વિમાન ધકાડાભેર અથડાયું હતું. જો કે, મિતાંશુ બહાર નીકળી જતાં જીવ બચ્યો હતો. પરંતુ, તેનાં હાથનાં ભાગે દાઝી જતા ઈજાઓ પહોંચી છે. મિતાંશુ ઘરે પરત આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો
હોસ્ટેલમાં જમ્યા બાદ પરત નીકળેલા વિદ્યાર્થીનો બચાવ
જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં કરે છે અભ્યાસ
હોસ્ટેલમાં જમ્યા બાદ પરત નીકળતી વેળાએ જ થયુ હતું પ્લેન ક્રેશ
વિમાન ક્રેશ થતાં જ આગની જ્વાળામાં દાઝ્યો હતો વિદ્યાર્થી
મિતાંશુ સાથી વિદ્યાર્થી… pic.twitter.com/dUoJ5wWiCJ— Gujarat First (@GujaratFirst) June 13, 2025
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : દરેક મુશ્કેલીને મહાત આપી ઊંચી ઉડાનનું સપનું પૂરું કર્યું, પરંતુ તે જ મોતનું કારણ બન્યું!
હોસ્ટેલમાં જમ્યા બાદ પરત નીકળતી વેળાએ જ પ્લેન ક્રેશ થયુ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) રાજકોટ જિલ્લનાં જેતપુરનાં યુવકનો પણ આબાદ બચાવ થયો છે. માહિતી અનુસાર, જેતપુરનો (Jetpur) મિતાંશું ઠેસિયા બીજે મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટના બની તે દરમિયાન મિતાંશુ ઠેસિયા હોસ્ટેલની મેસમાં અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન જમતો હતો. જો કે, જમવાનું પૂરું થતાં તે સાથીઓ સાથે લાઇબ્રેરી જવા માટે મિતાંશુ નીકળી ગયો હતો. પરંતુ, તે દરમિયાન જ એર ઇન્ડિયાનું (Air India) વિમાાન બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. વિમાન અથડાતા જ ભયંકર વિસ્ફોટ થયો હતો.
-અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાનો મામલો
-BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું પ્લેન
-હોસ્ટેલની મેસના પાછળના ભાગે પ્લેન દિવાલ તોડીને ધૂસ્યું હતું
-હોસ્ટેલમાં અત્યાર સુધીમાં 4થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા
-મેસમાં લગભગ 50 કરતા વધારે રેસિડેન્ટ તબીબો જમતા હતા#Gujarat… pic.twitter.com/mk0PypVNIT— Gujarat First (@GujaratFirst) June 13, 2025
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર એન્જિ. માટે લંડન જતાં બે યુવાનનાં પણ મોત
મિતાંશુના બે બેચમેન્ટનું દુર્ઘટનામાં મોત થયું
જો કે, સદનસીબે મિતાંશુ ઠેસિયા (Mitanshu Thesiya) પોતાનો જીવ બચવવામાં સફળ રહ્યો હતો. પરંતુ, તેનાં હાથનાં ભાગે દાઝી જતાં ઈજાઓ પહોંચી છે. માહિતી અનુસાર, દુર્ઘટના સમયે હોસ્ટેલમાં 75 થી 100 જેટલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોનો સ્ટાફ હાજર હતો. મિતાંશુનાં બે બેચમેન્ટનું આ દુર્ઘટનામાં મોત થયું છે. મિતાંશુ હાલ તેનાં ઘરે પરત ફર્યો છે. મિતાંશુ પરત ઘરે આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત, એકનો બચાવ, દગાચી ગામમાં શોકનો માહોલ