Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : બી. જે. મેડિકલના 4 મૃતક વિદ્યાર્થીઓના નામ જાહેર કરાયા

અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન અકસ્માતમાં બી. જે. મેડિકલ કોલેજ (B. J. Medical College) ના 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. આજે કોલેજના જુનિયર ડોકટર એસોસિયેશન (Junior Doctors Association) દ્વારા આ વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. વાંચો વિગતવાર.
ahmedabad plane crash   બી  જે  મેડિકલના 4 મૃતક વિદ્યાર્થીઓના નામ જાહેર કરાયા
Advertisement
  • અમદાવાદ વિમાન દુર્ઘટનામાં B. J. Medical College ના 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા
  • આજે મેડિકલ કોલેજના Junior Doctors Association દ્વારા આ વિદ્યાર્થીઓના નામ જાહેર કરાયા
  • ઘાયલ વિદ્યાર્થીઓમાંથી 11 વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે

Ahmedabad Plane Crash : 12મી જૂન ગુરુવારે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં લંડન જતી ફ્લાઈટ A 171ના 242માંથી 241 પેસેન્જર્સ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત વિમાન બી. જે. મેડિકલ કોલેજ (B. J. Medical College) ની હોસ્ટેલ સાથે અથડાતા 4 વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા. આજે મેડિકલ કોલેજના જુનિયર ડોકટર એસોસિયેશન (Junior Doctors Association) દ્વારા આ વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2023ની MBBS બેચના 2 અને વર્ષ 2024ની MBBS બેચના 2 એમ કુલ 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓ

અમદાવાદમાં જ્યારે વિમાન દુર્ઘટના થઈ ત્યારે બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં કુલ 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જયારે 4 વિદ્યાર્થીઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આજે મેડિકલ કોલેજના જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા આ વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2023ની MBBS બેચના 2 અને વર્ષ 2024ની MBBS બેચના 2 એમ કુલ 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં વર્ષ 2023ની MBBS બેચના જયપ્રકાશ ચૌધરી (Jayaprakash Chaudhary) અને રાકેશ દિહોરા (Rakesh Dihora) નામક 2 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે વર્ષ 2024ની MBBS બેચના માનવ ભાડું (Manav Bhadu) અને આર્યન રાજપૂત (Aryan Rajput) નામક 2 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે

Advertisement

11 વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ કરાયા

12મી જૂને ગુરુવારે અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન અકસ્માતમાં બી. જે. મેડિકલ હોસ્ટેલના 4 વિદ્યાર્થીઓ પણ માર્યા ગયા હતા. આ ઉપરાંત કુલ 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે સઘન સારવાર શરુ કરી દેવામાં આવી હતી. 20માંથી કુલ 11 વિદ્યાર્થીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. હજૂ પણ અન્ય વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે. આ ગંભીર અકસ્માતમાં એક ડોક્ટરના પત્ની પણ ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : પ્લેનની ટેલમાંથી વધુ એક મૃતદેહ મળ્યો

Tags :
Advertisement

.

×