Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : વડાપ્રધાન મોદીએ સ્વ. વિજય રુપાણીના પરિવારજનોને રુબરુ મળીને પાઠવી સાંત્વના

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને અન્ય પરિવારજનોને વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ રુબરુ મળીને સાંત્વના પાઠવી છે. વાંચો વિગતવાર.
ahmedabad plane crash   વડાપ્રધાન મોદીએ સ્વ  વિજય રુપાણીના પરિવારજનોને રુબરુ મળીને પાઠવી સાંત્વના
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Vijay Rupani ના મૃત્યુ પર ખેદ વ્યક્ત કર્યો
  • વિજયભાઈ આપણી વચ્ચે નથી તે વાત માનવા મન તૈયાર નથી - PM Narendra Modi
  • સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા - PM Narendra Modi
  • અનેક પડકારોમાં અમે ખભાથી ખભો મિલાવીને કામ કર્યુ હતું - PM Narendra Modi

Ahmedabad Plane Crash : આજે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી (Anjali Rupani) અને અન્ય પરિવારજનોની રુબરુ મુલાકાત લીધી છે. વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન શોકમગ્ન પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ગતરોજ અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. વિજય રુપાણી અને વડાપ્રધાન વચ્ચે રાજનૈતિક ઉપરાંત મિત્રતાનો પણ સંબંધ હતો. વડાપ્રધાન અને વિજય રુપાણી (Vijay Rupani) એ ઘણા વર્ષો સાથે ગાળ્યા હતા. તેથી વડાપ્રધાન મોદીએ આજે વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને તેમના પરિવારજનોને રુબરુ મળીને સાંત્વના પાઠવી છે.

Advertisement

Vijay Rupani ના મૃત્યુ પર વડાપ્રધાને વ્યક્ત કર્યુ દુઃખ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ઘણા વર્ષોના સાથી એવા Vijay Rupani નું ગતરોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટના બાદ આજે વડાપ્રધાને સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને અન્ય પરિવારજનોને રુબરુ મળીને સાંત્વના પાઠવી છે. વડાપ્રધાને વિજય રુપાણીના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે સંબંધ રહ્યો હતો. અનેક પડકારોમાં અમે ખભાથી ખભો મિલાવીને કામ કર્યુ હતું. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા. મેયરથી CM સુધીની જવાબદારી વિજયભાઈએ યોગ્ય રીતે નિભાવી હતી. વડાપ્રધાને વિજય રુપાણીના પરિવારને સાંત્વના આપી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ AHMEDABAD PLANE CRASH : 10 પરિવારની કહાની તમને અંદરથી હચમચાવી મુકશે

પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર યાત્રિકને પીએમ મોદી મળ્યા

PM Narendra Modi એ આજે સ્વ. વિજય રુપાણીના પત્ની અને અન્ય પરિવારજનોને સાંત્વના પાઠવી છે. તે અગાઉ આજે તેમણે ગમખ્વાર પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર યાત્રિક વિશ્વાસ રમેશને પણ મળ્યા હતા. પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલમાં જઈને બચી ગયેલા યાત્રિક વિશ્વાસ રમેશના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે વિશ્વાસ રમેશ પાસેથી દુર્ઘટના અંગેની જાણકારી લીધી હતી. વિશ્વાસ રમેશે કહ્યું, હું વિમાનમાંથી કુદ્યો નહોતો, પરંતુ દુર્ઘટના વખતે સીટ પરથી હું બહાર ફેંકાઈ ગયો હતો. પ્લેનની સ્પીડ અચાનક જ વધી અને પછી દુર્ઘટના ઘટી હતી.

આ પણ વાંચોઃ Punjab : પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, કોઈ જાનહાનિ નહીં

Tags :
Advertisement

.

×