Ahmedabad Plane Crash : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું, સિવિલ જવા રવાના થયા
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેળવી જાણકારી (Ahmedabad Plane Crash)
- અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને મુખ્યમંત્રી સાથે વાત કરી
- કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદની આપી ખાતરી
- અમિત શાહ સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા
Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અહીં, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી છે. કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદ કરવાની ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા સાથે પણ વાત કરી છે. ઘટના સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ હવે અમિત શાહ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) જવા રવાના થયા છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટનામાં મૃતકોનાં પરિવારને ટાટા ગ્રૂપ આપશે વળતર, જાણો શું કરી જાહેરાત ?
Ahmedabad Plane Crash : જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ... | Gujarat First@AmitShah @BJP4Gujarat #Ahmedabad #PlaneCrash #PlaneCrash2025 #AmitShah #AhmedabadPlaneCrash #AirportEmergency #FireDepartment #AviationAlert #AirIndia… pic.twitter.com/BEKau481OD
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) 140 થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે. આ ભયાવહ દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાત કરી હતી અને દુર્ઘટનાની તમામ માહિતી મેળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અને CM ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી અને ઘટનાસ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay), અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કોઈ દીકરા-દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા, તો કોઈ પત્નીની અંતિમવિધિ કરી પરત ફરી રહ્યું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઘટના સ્થળની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા ઘટનાસ્થળે
અમિતભાઈ શાહ ઘટના સ્થળનું કરી રહ્યા છે નિરીક્ષણ@HMOIndia @AmitShah #Gujarat #Ahmedabad #AmitshahGujaratvisit #planecrash #planecrash2025 #AirIndia #AhmedabadAirPort… pic.twitter.com/jRJefkjIVr— Gujarat First (@GujaratFirst) June 12, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પાસેથી પણ માહિતી મેળવી છે. આ દુર્ઘટનામાં કેન્દ્ર સરકાર સંભવ તમામ મદદ કરશે એવી ખાતરી આપી છે. જણાવી દઈએ કે, એર ઇન્ડિયાનાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijay Rupani) પણ સવાર હતા. આ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ અવસાન થયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ દુર્ઘટના અંગે ભારે દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી પીડિત પરિવારોને સાંત્વના પાઠવી છે. તાજેતરની માહિતી અનુસાર, અમિત શાહ ઇજાગ્રસ્તોને મળવા માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) જવા રવાના થયા છે.
આ પણ વાંચો - Ahmedabad માં કાળમુખા પ્લેન ક્રેશ વચ્ચે ચમત્કાર, સીટ 11 એ પરથી એક મુસાફર જીવિત મળ્યો...