Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : વેજલપુરનાં દંપતીનું મોત, પરિવારે કહ્યું- સહાય લઈને શું કરીશું જ્યારે..!

મૃતક હર્ષિતભાઈના પિતા અને કાકાએ પોતાની દુ:ખદ વેદના ઠાલવી કહ્યું કે, કોઈ પણ સહાય પુત્ર અને પુત્રવધૂ કરતા વધુ નથી.
ahmedabad plane crash   વેજલપુરનાં દંપતીનું મોત  પરિવારે કહ્યું  સહાય લઈને શું કરીશું જ્યારે
Advertisement
  1. વેજલપુરમાં રહેતા હર્ષિત પટેલ અને તેમના પત્નીનું મૃત્યુ (Ahmedabad Plane Crash)
  2. પિતા અને કાકા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ડેડબોડી લેવા પહોચ્યા
  3. કોઈ પણ સહાય પુત્ર અને પુત્રવધૂ કરતા વધુ નથી : પરિવારજન
  4. બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો પાલનપુરનો દ્વિજેશ બચ્યો
  5. પહેલા મને એવું લાગ્યું કે બિલ્ડિંગ પડે છે : દ્વિજેશ

Ahmedabad Plane Crash : અમદાવાદમાં એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વેજલપુરમાં (Vejalpur) રહેતા હર્ષિત પટેલ અને તેમના પત્નીનું મોત નીપજ્યું છે. 2 વર્ષનાં સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થતાં દંપતી અમદાવાદ આવ્યું હતું. પિતા અને કાકા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ડેડબોડી લેવા પહોચ્યા છે. તેમને એર ઇન્ડિયા પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો અને કહ્યું કે, ગંભીર બેદરકારીથી પુત્ર અને પુત્રવધૂનો જીવ ગયો. બીજી તરફ આ દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજનો (BJ Medical College) વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : સુરતના 2 આશાસ્પદ યુવકો જયેશ અને અંકિત ચોડવાડિયાના કરુણ મૃત્યુ નીપજ્યા

Advertisement

દંપતીનું મોત, પરિવારે કહ્યું - સહાય લઈને શું કરીશું જ્યારે પુત્ર-પુત્રી નથી રહ્યા

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) વેજલપુરમાં રહેતા દંપતીનું મોત નીપજ્યું છે. 2 વર્ષ માટે સ્ટુડન્ટ વિઝાની મુદ્દત સમાપ્ત થતાં હર્ષિત પટેલ અને તેમના પત્ની અમદાવાદ આવ્યા હતા. જો કે, પરિવાર સાથે 10 દિવસ વિતાવ્યા બાદ ફરી લંડન જવા રવાના થયા હતા. પરિવારે એરપોર્ટ પર બંનેને ખુશીથી વિદાય આપી હતી. પરંતુ, થોડા જ સમય બાદ પ્લેન ક્રેશ થયું હતું. મૃતક હર્ષિતભાઈના પિતા અને કાકા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ડેડબોડી લેવા પહોચ્યા છે. જો કે, DNA ટેસ્ટનાં 72 કલાક પછી ઓળખ થયા બાદ બોડી પરિવારને અપાશે. ત્યાં સુધી રાહ જોવી પડશે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે પીડિત પરિવાર સાથે વાત કરી હતી. મૃતક હર્ષિતભાઈના પિતા અને કાકાએ પોતાની દુ:ખદ વેદના ઠાલવી કહ્યું કે, કોઈ પણ સહાય પુત્ર અને પુત્રવધૂ કરતા વધુ નથી. સહાય લઈને શું કરીશું જ્યારે પુત્ર-પુત્રી જ નથી રહ્યા. એર ઇન્ડિયાની (Air India) બેદરકારીથી પુત્ર અને પુત્રવધૂ ગુમાવ્યા.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : મણિનગરનાં યુવક, વેજલપુરનાં મહિલાનું મોત, Gujarat First એ પરિવાર સાથે કરી વાત

બીજે મેડિકલનો વિદ્યાર્થી બચ્યો, કહ્યું- પહેલા એવું લાગ્યું કે બિલ્ડિંગ પડે છે..!

બીજી તરફ આ દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજમાં (BJ Medical College) અભ્યાસ કરતા વિદ્યાર્થી મૂળ પાલનપુરનાં (Palanpur) દ્વિજેશ મોરનો આબાદ બચાવ થયો હતો. દ્વિજેશ મોર સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી હતી. દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે બી.જે.મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે ઘટના બની ત્યારે દ્વિજેશ મેસમાં જમવા ગયો હતો. તેણે વધુમાં જણાવ્યું કે, પહેલા મને એવું લાગ્યું કે બિલ્ડિંગ પડે છે. પરંતુ, જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આજુ-બાજુ દેખાવાનું બંધ થઈ ગયું હતું. અમે બે મિત્રો તરત જ બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો - Surat : અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો, સુરતની મહિલાએ પ્લેનમાં ક્ષતિ હોવાનો કર્યો દાવો

Tags :
Advertisement

.

×