Ahmedabad Plane Crash : દુર્ઘટનાના 70 કલાક બાદ વિજયભાઈ રુપાણીનું DNA મેચ થયું , હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત
- પૂર્વ મુખ્યમંત્રી અને ફ્લાઈટ A-171 ના પેસેન્જર Vijay Rupani નું DNA મેચ થયું
- Ahmedabad Plane Crash ના 70 કલાક બાદ DNA મેચ થયું
- સત્વરે મૃતદેહ સદગતના પરિવારને સોંપવામાં આવશે
Ahmedabad Plane Crash : 12મી જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું કરુણ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાના 70 કલાક બાદ વિજય રુપાણીનું DNA મેચ થયું છે. આ ઘટનાની સત્તાવાર જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી છે. હવે સદગતના પરિવારજનોને મૃતદેહ સોંપાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સિવિલ પહોંચીને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ અને માર્ગદર્શન કરશે. સદગત વિજ્ય રુપાણીની અંતિમવિધિ આવતીકાલ સોમવારે રાજકોટમાં કરવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું 12મી જૂને અમદાવાદમાં બનેલ ગમખ્વાર હવાઈ દુર્ઘટનામાં કરુણ અવસાન થયું હતું. આ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે મુસાફરોના DNA મેચિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં હવે વિજય રુપાણીનું DNA મેચ થઈ જતા તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કમનસીબ દુર્ઘટનાના 70 કલાક બાદ વિજય રુપાણીનું DNA મેચ થયું છે. DNA મેચ થવાની સત્તાવાર જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી છે. મૃતદેહ સોંપવાની કામગીરી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ગતરોજ વિજય રુપાણીના પુત્ર ઋષભ રુપાણી (Rishabh Rupani) લંડનથી માદરેવતન પહોંચી ગયા છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ VADODARA : પ્લેન ક્રેશમાં હતભાગી વધુ એક મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે પહોંચ્યો
રાજકોટમાં કરાશે અંતિમ વિધિ
સ્વ. વિજય રુપાણીના અંતિમ દર્શન માટેની તડામાર તૈયારીઓ રાજકોટમાં ચાલી રહી છે. સદગતના આત્માની શાંતિ માટે એક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાર્થના સભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વ. વિજય રુપાણીના રાજકોટ સ્થિત પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પણ દોડધામ મચેલી છે. ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડીયા પહોંચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ની અણધારી વિદાયથી સમગ્ર રાજકોટ શોકમગ્ન છે. સમગ્ર શહેરમાં સ્વ. વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં વિજ્યભાઈના ફોટો લગાડવા ઉપરાંત આ દુર્ઘટનામાં કરુણ મૃત્યુ પામેલા તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવાઈ છે. સોમવારે અંતિમવિધિ બાદ મંગળવારે રાજકોટમાં શોકસભા યોજવામાં આવશે. રાજકોટ બાદ ગાંધીનગર ખાતે પણ બુધવારે શોકસભાનું આયોજન કરાયું છે.
સ્વ. વિજય રુપાણીની અંતિમ યાત્રાનો રુટમેપ
12મી જૂને અમદાવાદમાં થયેલા ગોઝારા વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું અવસાન થયું હતું. હવે તેમનું DNA મેચ થઈ જતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. આવતીકાલે સોમવારે રાજકોટમાં તેમના પ્રકાશ સોસાયટી ખાતેના નિવાસ સ્થાનેથી નીકળીને અંતિમ યાત્રા રામનાથ પરા સ્મશાન સુધી જશે. તેમની અંતિમ યાત્રા પ્રકાશ સોસાયટીથી, કોટેચા ચોક, નિર્મલા રોડ, એસ્ટ્રોન ચોક, કાલાવાડ રોડ અંડરબ્રિજ, યાજ્ઞિક રોડ, કોર્પોરેશન ચોક, રાજશ્રી સીનેમા થઈને રામનાથ પરા સ્મશાન ગૃહ સુધી પહોંચશે. આ અંતિમ યાત્રા સમયે કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક સુધી, ગરુડ ગરબી ચોકથી રામનાથ પરા સ્મશાન સુધી તેમજ પાંજરાપોળથી રામનાથ પરા સ્મશાન સુધીના માર્ગો બંધ રહેશે.


