Ahmedabad : સોલા GMERS માં CM Bhupendrabhai Patel ની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ, જાણો આ મિશન વિશે
- PM મોદી (PM Modi) એ HPV રસીકરણ અભિયાનનો કરાવ્યો વર્ચ્યુઅલી પ્રારંભ
- અમદાવાદ (Ahmedabad) ની સોલા GMERS મેડિકલ કોલેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ની વિશેષ ઉપસ્થિતિ
- GMERS મેડિકલ કોલેજ સોલા ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ
- HPV રસીકરણ અભિયાન થકી સર્વાઈકલ કેન્સરથી મળશે રક્ષણ
(Ahmedabad) દેશમાં મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) આજે વર્ચ્યુઅલી માધ્યમથી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો (National HPV Vaccination Drive) શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે અમદાવાદ (Ahmedabad) ની સોલા GMERS મેડિકલ કોલેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendra Patel) વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદ (Ahmedabad) માં HPV રસીકરણનો પ્રારંભ
કેન્સરના વિવિધ પ્રકારોમાં સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) એ મહિલાઓમાં જોવા મળતો બીજા ક્રમનો સૌથી જીવલેણ રોગ છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ 2024માં ભારતમાં સર્વાઇકલ કેન્સરના 79,103 નવા કેસનોંધાયા હતા અને 34,805 મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો. આ રોગ માટે મુખ્યત્વે HPV16 અને HPV18 વાયરસ જવાબદાર છે, જેનું પ્રમાણ ભારતમાં 83% જેટલું ઊંચું જોવા મળ્યું છે.
આ પણ વાંચો : વડાપ્રધાનના નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલી HPV રસીકરણ અભિયાનનો આજથી શુભારંભ
કોને મળશે રસી અને કેટલી છે કિંમત?
આ અભિયાન અંતર્ગત જે કિશોરીઓએ પોતાનો14મો જન્મદિવસ ઉજવ્યો હોય (14 years age group), તેમને આ રસી આપવામાં આવશે. બજારમાં આ વેક્સિનના એક ડોઝની કિંમત આશરે રુ. 3,000થી વધુ છે, પરંતુ સરકાર આ અભિયાન હેઠળ રુ.150 કરોડની રસી મફત (Free Vaccination) પૂરી પાડશે. આજે પ્રથમ દિવસે જ 5 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી સર્વાઇકલ કેન્સર સામે રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો શુભારંભ. https://t.co/kF9bR8cKyn
— CMO Gujarat (@CMOGuj) February 28, 2026
આરોગ્ય સુરક્ષાનું કવચ
ઉલ્લેખનીય છે કે, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) દ્વારા સરકાર પહેલેથી જ 11 ગંભીર રોગો સામે બાળકોનું રક્ષણ કરી રહી છે. સરકાર પ્રતિ બાળક રુ. 2,000ની કિંમતની રસીઓ પાછળ વાર્ષિક રુ. 240 કરોડનો ખર્ચ કરે છે. હવે HPV રસીનો સમાવેશ થતા લાખો દીકરીઓને કેન્સર જેવા જીવલેણ રોગ સામે આજીવન સુરક્ષા મળશે.
આ પણ વાંચો : Gujarat High Court ને મળ્યું નવું આર્બિટ્રેશન સેન્ટર, CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન


