અમદાવાદ પોક્સો કોર્ટનો મોટો ચુકાદો, સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ
અમદાવાદ ગ્રામ્યની વિશેષ પોક્સો અદાલતે (Ahmedabad Rural Special POCSO Court) સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. વર્ષ 2021 માં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેને ગોંધી રાખીને દુષ્કર્મ આચરવાના કેસમાં 30 વર્ષીય આરોપી ધર્મેશ ડોડીયાને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
Advertisement
Ahmedabad POCSO Court Verdict: અમદાવાદ ગ્રામ્યની વિશેષ પોક્સો અદાલતે (Ahmedabad Rural Special POCSO Court) સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. વર્ષ 2021 માં 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેને ગોંધી રાખીને દુષ્કર્મ આચરવાના કેસમાં 30 વર્ષીય આરોપી ધર્મેશ ડોડીયાને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આવા ગંભીર ગુનાઓમાં સમાજમાં કડક દાખલો બેસે તે હેતુથી આ સજા સંભળાવી છે.

