Ahmedabad Police હવે બનશે સુપર ફિટ, ‘Mission Fit Khakhi’ અંતર્ગત શરૂ થયું અત્યાધુનિક જિમ
- Ahmedabad Police કમિશનર ઓફિસમાં ‘મિશન ફિટ ખાખી’
- ગૃહ સચિવ નિપુણા તોરવણે અને કમિશનર જી.એસ. મલિકે જિમનું ઉદ્ઘાટન કર્યું
- પોલીસ કર્મચારીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આ વિશેષ પહેલ
- ફિટનેસ જાળવવા માટે કર્મચારીઓને હવે ‘મેજિક જ્યુસ’ અને પોષણક્ષમ ડાયટ અપાશે
- અભિયાનના કારણે અનેક પોલીસ કર્મીઓએ વજન ઘટાડવામાં સફળતા મેળવી
Ahmedabad Police Mission Fit Khakhi: અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ હવે માત્ર કાયદો અને વ્યવસ્થા (Law and Order) જ નહીં, પરંતુ પોતાની ફિટનેસ (Fitness) પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. શાહીબાગ (Shahibaug) સ્થિત પોલીસ કમિશનર ઓફિસ (Police Commissioner Office) ખાતે પોલીસ કર્મચારીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ જિમની (Gym) શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ ‘મિશન ફિટ ખાખી’ (Mission Fit Khakhi) પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવી છે.
આ મિશન પોલીસ જવાનોને શારીરિક (Physical) તેમજ માનસિક (Mental) રીતે મજબૂત બનાવવાનો એક મહત્વનો પ્રયાસ છે. રાજ્યના ગૃહ સચિવ (Home Secretary) નિપુણા તોરવણે અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આ જિમનું ઉદ્ઘાટન (Inauguration) કર્યું છે.
આ પણ વાંચો---- Padvala Illegal House Demolition: પડવલામાં પોલીસનું બુલડોઝર ફર્યું, અલીમામદ શેઠાનું 1 કરોડનું ગેરકાયદે મકાન જમીનદોસ્ત
તંદુરસ્તી જાળવવા માટે મેજિક જ્યુસ અને ડાયટનો સહારો
પોલીસ વિભાગ હવે ફિટનેસ સાથે સ્વસ્થ જીવનશૈલી (Healthy Lifestyle) તરફ મક્કમ ડગ માંડી રહ્યો છે. જિમમાં નિયમિત કસરત (Exercise) કરવાની સાથે કર્મચારીઓને પોષણયુક્ત આહાર (Nutritious Diet) લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં ખાસ ‘મેજિક જ્યુસ’ (Magic Juice) જેવા આરોગ્યપ્રદ ઉપાયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અધિકારીઓ મુજબ આરોગ્યને પ્રાથમિકતા આપતા આ મિશનના સકારાત્મક પરિણામો (Positive Results) સામે આવી રહ્યા છે. પોલીસ વિભાગના ઘણા કર્મચારીઓએ આ આયોજનની મદદથી પોતાનું વજન (Weight) નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે.
આ પણ વાંચો---- Vaghodia: નર્મદાની કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, રાત્રે ઘરેથી નીકળ્યા બાદ માત્ર બાઇક મળ્યું


