Ahmedabad Police News: "તને કોઈ કંઈ નહીં કરે" કુખ્યાત આરોપી ધમા બારડ સાથેની ચેટ વાયરલ, PSI ની તાત્કાલિક બદલી
Ahmedabad Police News: અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (Krishnanagar Police Station) ના PSI ડી.આર. પુવાર (PSI DR Puwar) ની બદલી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના આ જવાબદાર અધિકારી પર કુખ્યાત આરોપી ધમા બારડ (Dhama Barad) સાથે સાંઠગાઠ હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા.
કુખ્યાત ધમા બારડ (Dhama Barad) સાથે સાંઠગાઠ કરનાર PSIની બદલી
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ધમા બારડના વોટ્સએપ મેસેજની તપાસ કરતા PSI નો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, PSI પુવારે કુખ્યાત ધમા બારડને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે મેસેજ કર્યો હતો, એટલું જ નહીં, પરંતુ તેને આશ્વાસન આપતા મેસેજમાં લખ્યું હતું કે, "તને કોઈ કંઈ નહીં કરે." આરોપીના ફોનમાંથી મળેલી આ ચેટ અને સાંઠગાઠના પુરાવા મળતા જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે PSI ડી.આર. પુવારની બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો: IPL Final 2026: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે બે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો વિગત


