Ahmedabad : અમદાવાદ શહેરને મળશે 3 નવા પોલીસ સ્ટેશન, રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયું નોટિફિકેશન
- Ahmedabad શહેર પોલીસ માળખાને લઈને સૌથી મોટા સમાચાર
- અમદાવાદ શહેરને મળ્યા નવા 3 પોલીસ સ્ટેશન મળ્યાં
- રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયું નોટિફિકેશન
- વસ્ત્રાલ, હંસપુરા, મોટેરા પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે
- ત્રણ નવા ડિવિઝન અસ્તિત્વમાં આવ્યાં
Ahmedabad : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં પોલીસ સ્ટેશનોની (police station) સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે કુલ પોલીસ સ્ટેશનોની સંખ્યા 49માંથી વધીને 52 થઈ ગઈ છે. P, R અને S ડિવિઝન (division) આવ્યા અસ્તિત્વમાં અને નવા ઝોન 8ની રચના કરવામાં આવી છે. અમદાવાદમાં પોલીસ પર વધતા કામના ભારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયું નોટિફિકેશન
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે શહેરને ત્રણ નવા પોલીસ સ્ટેશન મળશે. આ પગલાથી વધતી વસ્તી અને વિસ્તરણને ધ્યાનમાં રાખીને પોલીસ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા પોલીસ સ્ટેશનોમાં Vastral, Hanspura અને Moteraનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન શરૂ થતાં સ્થાનિક નાગરિકોને વધુ ઝડપી અને સુગમ પોલીસ સેવા મળશે. સાથે જ ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે પણ મદદરૂપ થશે.
Ahmedabad Police : અમદાવાદ શહેર પોલીસ માળખાને લઇને મોટા સમાચાર
અમદાવાદ શહેરને નવા 3 પોલીસ સ્ટેશન મળ્યા
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયું નોટિફિકેશન
વસ્ત્રાલ, હંસપુરા, મોટેરા પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે
શહેરમાં 3 નવા ડિવિઝન અસ્તિત્વમાં આવ્યાં
અમદાવાદ શહેરમાં P, R અને… pic.twitter.com/Dm1MpsiZc9— Gujarat First (@GujaratFirst) April 29, 2026
Ahmedabad પોલીસમાં ત્રણ નવા ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા
શહેરમાં વસ્ત્રાલ, મોટેરા અને સાબરમતી ઇસ્ટ એમ કુલ ત્રણ નવા પોલીસ સ્ટેશનો શરૂ કરવામાં આવશે. નવા માળખા મુજબ ચાંદખેડા, મોટેરા અને સાબરમતી ઇસ્ટ પોલીસ સ્ટેશનને P ડિવિઝનમાં સામેલ કરવામાં આવ્યા છે.ઓઢવ, નિકોલ અને નવા વસ્ત્રાલ પોલીસ સ્ટેશનને R ડિવિઝનમાં રાખવામાં આવ્યા છે. જેમાં વટવા, વટવા GIDC અને રામોલ પોલીસ સ્ટેશનને S ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં નવા 'સાહેબ'ની એન્ટ્રી, 50 નવા PI ની નિમણૂંક અને 13 ની બદલી!


