Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!
- Ahmedabad નાં વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારો સામે પોલીસનું એક્શન
- વહેલી સવારથી આરોપીઓનાં ઘરે ગેરકાયદેસરનાં બાંધકામ સામે ડિમોલેશનની કામગીરી
- પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ
- પોલીસે તોડફોડ કેસમાં એક સગીર સહિત કુલ 14 ની ધરપકડ કરાઈ
- પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની સરાજાહેર સરભરા પણ કરી હતી.
Ahmedabad : વસ્ત્રાલ વિસ્તારમાં હોળીનાં તહેવારની રાતે 15 થી 20 જેટલા લોકોનાં ટોળાએ હાથમાં તલવાર, દંડા અને છરી જેવા હથિયારો રાખી જાહેરમાં ભારે ધમાલ વચાવી હતી અને પાર્ક વાહનોમાં તોડફોડ કરી ત્યાંથી પસાર થતાં લોકો પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનાનાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાઇરલ વીડિયોમાં દેખાતા અસામાજિક તત્વોની ઓળખ કરી એક બાદ એક સગીર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી છે અને આરોપીઓના ઘરે ગેરકાયદેસરના બાંધકામ સામે ડિમોલેશનની (Demolition) કામગીરી હાથ ધરી છે. સાથે ગુંડાગીરી કરનારાઓની પોલીસે સરભરા પણ કરી હતી.
પોલીસે ગુંડાગીરી કરનારાઓની જાહેરમાં સરભરા પણ કરી
માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) વસ્ત્રાલ વિસ્તારમાં આંતક મચાવનારા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધી એક બાદ એક કુલ 14 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વસ્ત્રાલમાં (Vastral Incident) ગુંડાગીરી કરનારાઓની સરભરા પણ કરી હતી. પોલીસે આરોપી અલ્કેશ યાદવની જાહેરમાં દંડાવાળી કરી હતી, જ્યારે આરોપી શ્યામ અશોક કામલેને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી. આરોપી રાજવીરસિંહ બિહોલાની પણ જાહેરમાં સરભરા કરી હતી. સાથે જ વિરોધ કરી રહેલા આરોપી રાજવીરના પરિજનોની પણ પોલીસે અટકાયત કરી હોવાની માહિતી છે.
આ પણ વાંચો- એક્શન મોડમાં Gujarat Police! રાજ્યમાં 'બેખોફ' બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો!
આરોપીનાં ઘરે ગેરકાયદેસરનાં બાંધકામ સામે ડિમોલિશનની કામગીરી
આ સાથે પોલીસે વહેલી સવારથી જ આરોપીઓનાં ઘરે ડિમોલિશનની (Demolition) કામગીરી પણ હાથ ધરી છે. પોલીસે કોર્પોરેશનની મદદથી ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓ પૈકી આજે 5 આરોપીઓનાં ઘર તોડી પાડ્યાની કામગીરી હાથ ધરી છે. અમરાઈવાડી વિસ્તારનાં (Amraiwadi) બે આરોપી, જેમાં રાજવીરસિંહ બિહોલા અને અલ્કેશ યાદવ, જ્યારે ખોખરા વિસ્તારમાં રહેતા શ્યામ કામલે, ભાઈપુરા વિસ્તારમાં રહેતા રોહિત સોનવણે અને અમરાઈવાડીમાં રહેતા આયુષ રાજપૂતનાં ઘરે કોર્પોરેશનની ટીમે ડિમોલિશન હાથ ધર્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનાં કાફલા સાથે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં અસામાજિક તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી, વસ્ત્રાલમાં ગુંડાગર્દીનો જવાબ બુલડોઝરથી?
પોલીસ અને AMC ટીમની સંયુક્ત કામગીરી
ઉપરાંત, પોલીસ અને AMC ટીમની સંયુક્ત કામગીરી હેઠળ હાટકેશ્વર (Hatkeshwar) ખાતે વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી આશિલ મકવાણાનાં ઘરે ગેરકાયદેસરનાં બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જ્યારે, અમરાઈવાડીમાં આવેલા અજય ટેનામેન્ટ રોડ પર 71 ગણેશ નગરમાં રહેતા આરોપી આયુષ રાજપૂતનાં ઘરે પણ ગેરકાયદેસરની ગેલેરી તોડી પાડવામાં આવી છે. પોલીસ તપાસ અનુસાર, આરોપીઓ દ્વારા પંકજ ભાવસાર અને સંગામ ગેંગની સામસામે અંગત અદાવતમાં નાગરિકોને વગર કારણે હેરાન અને હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલો પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- Ahmedabad: ચાંદખેડામાં ધૂળેટીના દિવસે લિફ્ટમાં ફસાઈ 10 મહિલાઓ, ફાઈર વિભાગે કર્યું રેસ્કયૂ