ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : અમદાવાદના પોલીસવાળાને માર મારી નર્મદા કેનાલ પર બે શખ્સોએ લૂંટી લીધો

અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પર લોકરક્ષકને લૂંટી લેવાની ઘટનાએ ગાંધીનગર જિલ્લા પોલીસ (Gandhinagar Police) ને દોડતી કરી દીધી છે. અડાલજ મુખ્ય નર્મદા કેનાલ ખાતે અવારનવાર લૂંટના કિસ્સાઓ બનતા રહે છે. જો કે, આ વખતે લૂંટારૂઓએ Ahmedabad City Police માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને માર મારી લૂંટી લીધો છે.
11:47 AM Jun 23, 2025 IST | Bankim Patel
અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પર લોકરક્ષકને લૂંટી લેવાની ઘટનાએ ગાંધીનગર જિલ્લા પોલીસ (Gandhinagar Police) ને દોડતી કરી દીધી છે. અડાલજ મુખ્ય નર્મદા કેનાલ ખાતે અવારનવાર લૂંટના કિસ્સાઓ બનતા રહે છે. જો કે, આ વખતે લૂંટારૂઓએ Ahmedabad City Police માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને માર મારી લૂંટી લીધો છે.
Ahmedabad_City_Police_LRD_Jagdish_Rathod_beaten_up_and_robbed_at_Adalaj_Narmada_Canal_Gandhinagar_Gujarat_First

Ahmedabad : અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પર લોકરક્ષકને લૂંટી લેવાની ઘટનાએ ગાંધીનગર જિલ્લા પોલીસ (Gandhinagar Police) ને દોડતી કરી દીધી છે. અડાલજ મુખ્ય નર્મદા કેનાલ ખાતે અવારનવાર લૂંટના કિસ્સાઓ બનતા રહે છે. જો કે, આ વખતે લૂંટારૂઓએ Ahmedabad City Police માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને માર મારી લૂંટી લીધો છે. લૂંટની ઘટનાના પાંચ દિવસ બાદ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Ahmedabad ના લોકરક્ષકે શું નોંધાવી છે ફરિયાદ ?

મૂળ બનાસકાંઠા સૂઈ ગામ તાલુકાના રડકા ગામના જગદીશકુમાર રામસિંગભાઈ રાઠોડ (ઉ.25) જાન્યુઆરી-2024થી ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ખાતે ફરજ બજાવે છે. હાલમાં જગદીશ રાઠોડ ડીસીપી ઝોન-2 કચેરી ખાતે એટેચમાં નોકરી કરી રહ્યાં છે. ગત 17 જૂનની સાંજે ડીસીપી કચેરીથી નીકળીને જગદીશકુમાર ચાંદખેડા પોલીસ સ્ટેશન આવ્યા હતા. જ્યાં કામ પૂર્ણ કરીને રાત્રિના આઠેક વાગે બાઈક લઈને ઘરે અડાલજ પોલીસ કવાર્ટસ ખાતે જવા નીકળ્યા હતા. અડાલજ ગામ તરફના સર્વિસ રોડ પર એકલી ઉભેલી છોકરીને જગદીશકુમારે ટકોર કરતા તે નીકળી ગઈ હતી. રાત્રિના સાડા આઠેક વાગે મુખ્ય નર્મદા કેનાલ આશિયાન ફાર્મ હાઉસ પાસે જગદીશકુમાર પહોંચ્યા હતા. આ સમયે નંબર પ્લેટ વિનાના એક્ટિવા પર આવેલા 20થી 30 વર્ષની ઉંમરના બે શખ્સોએ "યે પોલીસવાળા હૈ. આજ ઈસકો ટાર્ગેટ કરતે હૈ" તેમ કહીને બાઈકને પાછળથી ટક્કર મારતા જગદીશકુમાર રોડ પર પટકાયા હતા. લોકરક્ષક જગદીશ રાઠોડ રોડ પર પટકાતા બંને શખ્સોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. જગદીશકુમાર ભાગવા જતાં તેમનો પીછો કરીને ચપ્પુ બતાવી હત્યા કરવાની ધમકી આપી મોબાઈલ ફોન તેમજ સ્માર્ટ વૉચ પડાવી લીધી હતી. લોકરક્ષકને લૂંટી લીધા બાદ બંને શખ્સો ટુ વ્હીલર પર ખોરજ ગામ તરફના બ્રિજ ઉપર થઈને ફરાર થઈ ગયા હતા. અડાલજ પોલીસે આ મામલે BNS 309(6), 54 હેઠળ ગઈકાલે રવિવારના રોજ ગુનો નોંધ્યો છે.

LRD એ યુવતીને શું સલાહ આપી હતી ?

અડાલજ ગામ તરફના કેનાલ પરના સર્વિસ રોડ પરથી LRD જગદીશ રાઠોડ બાઈક લઈને નીકળ્યા ત્યારે તેઓ એકલી ઉભેલી છોકરીને જોઈને ત્યાં રોકાયા હતા. એક્ટિવા લઈને ઉભેલી છોકરીને "હું ચાંદખેડા પોલીસમાં નોકરી કરૂં છું. અહીંયા રાત્રિના લૂંટના બનાવ બને છે. તમારૂં અહીંયા ઉભા રહેવું સેફ નથી" તેવું લોકરક્ષકે રહેતા તે સ્થળ પરથી ચાલી ગઈ હતી.

ભોગ બનનારના નાના ભાઈ અડાલજ પોલીસમાં છે

Ahmedabad City Police માં લોકરક્ષક તરીકે નોકરી કરતા જગદીશકુમાર રાઠોડ (LRD Jagdish Rathod) તેમના નાના ભાઈ દિનેશ સાથે અડાલજ પોલીસ કવાર્ટસમાં રહે છે. દિનેશભાઈ રાઠોડ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરે છે. લૂંટની ઘટના બાદ દિનેશભાઈ પ્રથમ સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાના બીજા દિવસે જગદીશભાઈએ ચાંદખેડાની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. સગા-સંબંધીઓ અને મિત્રોના કહેવાથી લોરકક્ષક જગદીશ રાઠોડે અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) ખાતે ફરિયાદ નોંધાવતાની સાથે તપાસ શરૂ થઈ ગઈ છે. નંબર પ્લેટ વિનાની એક્ટિવા અને ઘટના સ્થળની આસપાસ CCTV Camera નો અભાવ હોવાથી પોલીસ માટે ગુનાનો ભેદ ઉકેલવો અઘરો બન્યો છે.

આ પણ વાંચો :  બે આરોપીની ધરપકડ બાદ DILR કચેરીના સર્વેયરને ACB એ મધરાત્રીના કેવી રીતે પકડ્યો ?

Tags :
Adalaj Police StationAhmedabad City PoliceBankim PatelChandkheda Police StationGandhinagar PoliceGujarat FirstLRD Jagdish Rathod
Next Article