Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad : ધોળકામાં રાજકીય ભૂકંપ, ધાર્મિક લાગણી દુભાતા 700 થી વધુ લોકોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોળકા (Dholka) તાલુકાના રામપુર (Rampur) ગામે અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપને મોટો ફટકો પડ્યો છે. સિકોતર માતાના મંદિરની દીવાલ તોડી પાડવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જે અંતે સામૂહિક પક્ષપલટામાં પરિણમ્યો છે.
ahmedabad   ધોળકામાં રાજકીય ભૂકંપ  ધાર્મિક લાગણી દુભાતા 700 થી વધુ લોકોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ
Advertisement
  • અમદાવાદ (Ahmedabad) ના ધોળકા (Dholka) માં રાજકારણમાં ગરમાવો
  • ધાર્મિક લાગણી દુભાતા સામૂહિક રાજકીય પક્ષપલટો!
  • ભાજપ (BJP) છોડીને કોંગ્રેસ (Congress) માં જોડાયા 700થી વધુ લોકો
  • મંદિરની દીવાલ તોડવા મુદ્દે ગ્રામજનોમાં હતો રોષ
  • કોંગ્રેસની જનાક્રોશ સભામાં જઈ ધારણ કર્યો ખેસ
  • સાંસદ ગેનીબેન (MP Geniben Thakor) , અમિત ચાવડા (Amit Chavda) ની હાજરીમાં સામેલ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોળકા (Dholka) તાલુકાના રામપુર (Rampur) ગામે અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપ (BJP) ને મોટો ફટકો પડ્યો છે. સિકોતર માતાના મંદિરની દીવાલ તોડી પાડવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જે અંતે સામૂહિક પક્ષપલટામાં પરિણમ્યો છે.

Ahmedabad ના ધોળકામાં 700થી વધુ લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

જાણકારી અનુસાર, તંત્ર અને રાજકીય આગેવાનોએ મળીને એકપક્ષીય કામગીરી કરી મંદિરની દીવાલ તોડી પાડી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાતા ઠાકોર સમાજ (Thakor samaj) દ્વારા એક ‘જનાક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Ahmedabad- BJP- Congress - Gujarat first

Advertisement

આ દિગ્ગજ નેતાઓની હાજરીમાં પક્ષપલટો

આ જનાક્રોશ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) , અમિત ચાવડા ( Amit Chavda) ,ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) જેવા કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આ નેતાઓની હાજરીમાં ગામના અંદાજે 700થી વધુ લોકોએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને આગામી સમયમાં કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે.

Ahmedabad- BJP- Congress - Gujarat first

ચૂંટણી પહેલા ભાજપ (BJP)  માટે મોટો ફટકો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રામપુર ગામમાં થયેલો આ સામૂહિક પક્ષપલટો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ગ્રામજનોના આક્રોશ અને આ રાજકીય ધરતીકંપને કારણે સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે.

આ પણ વાંચો :  Rajkot Jangleshwar Demolition: "અમને ઘર બાર વગરના કરી નાખ્યા", જંગલેશ્વરમાં આશિયાના છીનવાતા મહિલાઓની રોકકળ

Tags :
Advertisement

.

×