Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: બુલેટ ટ્રેનના કામને કારણે રેલવે ટ્રાફિક બ્લોક, મુસાફરો માટે શું કરાઈ વ્યવસ્થા?

અમદાવાદ-ગેરતપુર વચ્ચે બુલેટ ટ્રેનના બીમ લોન્ચિંગ કામગીરી માટે રેલવે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત ટ્રેન વટવા સુધી જ ચાલશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ વટવાથી અમદાવાદ અને ગાંધીનગર જવા માટે 14 એસી બસોની વ્યવસ્થા કરી છે, જેથી મુસાફરોને મુશ્કેલી વગર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી શકાય.
ahmedabad  બુલેટ ટ્રેનના કામને કારણે રેલવે ટ્રાફિક બ્લોક  મુસાફરો માટે શું કરાઈ વ્યવસ્થા
Advertisement
  • Ahmedabad: બુલેટ ટ્રેનના કામને કારણે આજે રેલવે ટ્રાફિક બ્લોક
  • અમદાવાદમાં મુસાફરોની સુવિધા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ
  • ગેરતપુર અને અમદાવાદ વચ્ચે પ્રીકાસ્ટેડ બીમ લોંચ થશ

Ahmedabad: અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે ગેરતપુર (Geratpur) અને અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન વચ્ચે પ્રીકાસ્ટેડ બીમ (Precasted Beam) લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેકનિકલ કાર્ય અત્યંત જટિલ હોવાથી સુરક્ષાના હેતુથી રેલવે પ્રશાસન દ્વારા ટ્રાફિક બ્લોક (Traffic Block) લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે અમદાવાદ આવતી અને જતી અનેક ટ્રેનોના શિડ્યુલ (Schedule) પર સીધી અસર જોવા મળી રહી છે.

વંદે ભારત ટ્રેન વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ

આ બ્લોકની સૌથી મોટી અસર મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ પર પડી છે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈથી આવતી વંદે ભારત ટ્રેન આજે અમદાવાદ કે ગાંધીનગર સુધી નહીં જાય, પરંતુ તેને વટવા સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ (Short Terminate) કરવામાં આવશે. એટલે કે, આ ટ્રેન આજે વટવા સુધી જ ચાલશે. મુસાફરોની સુરક્ષા અને સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે રેલવે પ્રશાસન (Railway Administration) દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

મુસાફરોની સુવિધા માટે વિશેષ બસોની વ્યવસ્થા

ટ્રેન વટવા અટકી જવાથી મુસાફરોને હાલાકી (Inconvenience) ન પડે તે માટે પશ્ચિમ રેલવે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વટવા સ્ટેશનથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જવા માટે 12 અત્યાધુનિક એસી બસ (AC Bus) તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, જે મુસાફરોએ ગાંધીનગર જવાનું છે, તેમના માટે પણ વટવાથી ખાસ 2 એસી બસોની સુવિધા (Facility) ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે મુસાફરો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં જાણિતા બિલ્ડર Chetan Faldu સામે એટ્રોસીટીની ફરિયાદ! જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×