Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rain News : અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો! વાવાઝોડા અને વરસાદના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર

Ahmedabad Rain News : અમદાવાદ અને રાજ્યના અનેક વિસ્તારોમાં સોમવાર રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સાથે ઠંડક પ્રસરી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ ઓપરેશનમાં વિક્ષેપ આવ્યો અને કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી.
ahmedabad rain news   અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો  વાવાઝોડા અને વરસાદના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર
Advertisement

Ahmedabad Rain News : અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ગત રાત્રિ (સોમવાર)થી ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખાસ અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. એસ.જી. હાઈવે (SG Highway), ઇસ્કોન, આંબલી, ગોતા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, જમાલપુર, પ્રહલાદનગર અને શ્રેયસ ક્રોસિંગ જેવા વિસ્તારોમાં પવન અને વરસાદનું મિશ્રણ જોવા મળ્યું હતું. ગત રાત્રે પડેલા વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદના કારણે ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

ખરાબ હવામાન અને પવનના કારણે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર ફ્લાઇટ ઓપરેશન પર પણ અસર જોવા મળી હતી. અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ખરાબ હવામાન અને તેજ પવનના કારણે ફ્લાઇટ ઓપરેશન (Flight Operation) પર અસર જોવા મળી હતી. આ સ્થિતિમાં મુંબઈથી અમદાવાદ આવતી એક ફ્લાઇટને અચાનક રાજકોટ (Rajkot) તરફ ડાયવર્ટ (Divert) કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને અનપેક્ષિત મુસાફરી અને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. આ ફેરફારના કારણે એરપોર્ટ પર અસ્થાયી અસ્થિરતા સર્જાઈ હતી અને સંબંધિત એરલાઇન્સે મુસાફરોને જરૂરી સહાય અને અપડેટ્સ આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ લગભગ 10 જેટલી ફ્લાઇટ્સના સંચાલનમાં વિક્ષેપ આવ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, 7 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સુરત તરફ ડાયવર્ટ (Divert) કરવામાં આવી હતી. વળી જે ફ્લાઇટ મુંબઈથી અમદાવાદ (AI2919) આવી રહી હતી તેને સુરત ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તેટલું જ નહીં હૈદરાબાદથી અમદાવાદ (6E216) આવતી ફ્લાઇટ અને ઇન્દોરથી આવતી કેટલીક ફ્લાઇટ્સના શેડ્યૂલ પર અસર પડી હતી.

Advertisement

ઘી કાંટા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી, તંત્રએ જાહેર કરી સાવચેતીની અપીલ

શહેરના ઘી કાંટા (Ghee Kanta) વિસ્તારમાં ભારે પવન અને આંધી (Dust Storm)ના કારણે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું, જે પાર્ક કરેલી કાર પર પડતાં વાહનને ભારે નુકસાન થયું હતું. સદનસીબે ઘટનાના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હવામાનમાં આવેલા અચાનક બદલાવને ધ્યાનમાં રાખીને તંત્ર (Administration) એલર્ટ પર છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને ભારે પવન અને વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વૃક્ષો, હોર્ડિંગ્સ અને ખુલ્લા વિસ્તારોમાંથી દૂર રહેવાની સાવચેતીપૂર્ણ અપીલ કરવામાં આવી છે.

Advertisement

ગરમીથી રાહત સાથે ચિંતા પણ

ઉલ્લેખનીય છે કે, આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી અને 43થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયેલી કાળઝાળ ગરમી (Heatwave)માંથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે થોડા વરસાદે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી કરી હતી, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રી-મોન્સૂન કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા છે. સમગ્ર રીતે, વાતાવરણ ખુશનુમા બન્યું હોવા છતાં સ્થાનિક સમસ્યાઓ પણ સામે આવી છે.

આ પણ વાંચો : Gujarat Latest News : સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં પવન સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં અંધારપટ

Tags :
Advertisement

.

×