Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : રાત્રીના સમયે અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસર દેખાઈ, ફાયર વિભાગને વૃક્ષ પડવાના 17 કોલ મળ્યા

Ahmedabad : અમદાવાદ શહેરમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો પવનની સાથે વરસાદ જોવા મળ્યો વાતાવરણમાં આવેલા પલટા એટલે કે માવઠાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષ પડી જવાની ઘટનાઓ જોવા મળી. ગઈકાલે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવનની સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદીમાં હોય જોવા મળ્યો હતો.
ahmedabad   રાત્રીના સમયે અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસર દેખાઈ  ફાયર વિભાગને વૃક્ષ પડવાના 17 કોલ મળ્યા
Advertisement
  • Ahmedabad મા ગઈકાલે રાત્રે વાવાઝોડાની અસર
  • રાત્રે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યું માવઠું
  • એસજી હાઈવે, મકરબા રોડ પર કમોસમી વરસાદ
  • સિંધુ ભવન રોડ પર અનેક સ્થળો પર વૃક્ષો ધરાસાયી
  • ફાયર કર્મીઓએ વૃક્ષોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો

Ahmedabad : અમદાવાદના આ વરસાદીમાં હોલમાં પશ્ચિમ વિસ્તારમાં અને તેમાં એ ખાસ સિંધુ ભવન (sindhubhavan) અને તેની આસપાસના વિસ્તારોમાં વૃક્ષ (tree) ધરાશાઈ થયાની તસવીરો (pictures) જોવા મળી. ગઈકાલે સાંજે ફાયર વિભાગને શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના 15 જેટલા કોલ મળ્યા હતા, પાર વિભાગે મુખ્ય રસ્તા પર હોય તેવા વૃક્ષોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અચાનક વાવાઝોડાની (strom) સાથે વરસાદ વરસતા શહેરીજનોને પણ ગરમીથી રાહત મળી હતી.

રાત્રે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યું માવઠું

અમદાવાદ શહેરના વાતાવરણમાં ગત મોડી રાત્રે પલટો આવ્યો હતો. આંધી અને વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડ્યા હતા અને હોર્ડિગ્સ ઉડ્યાં હતા. અમદાવાદના બાપુનગર, નિકોલ, નરોડા, થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ મુજબ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ અને ઠંડા પવનના કારણે વાતાવરણમાં તરત જ ઠંડક પ્રસરી ગઈ હતી.

Advertisement

Ahmedabad : અચાનક વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો હતો

બપોર સુધી તીવ્ર તડકામાં તપેલા અમદાવાદમાં મોડી સાંજે પવનની દિશા બદલાતા આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું હતું. પ્રહલાદનગરમાં એક વૃક્ષ વીજળીના થાંભલા પર પડતા થાંભલો ધરાશાયી થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. મોડી સાંજે એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, બોપલ, શીલજ અને શ્યામલ જેવા પશ્ચિમના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ. અચાનક તેજ પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ સુમેળભર્યું બની ગયું. બાદમાં આ વરસાદી માહોલ ધીમે ધીમે શહેરના અન્ય પશ્ચિમ વિસ્તારોમાં ફેલાયો. ખાસ કરીને સેટેલાઈટ, ઈસ્કોન અને બોપલમાં પવન સાથે તેજ ઝાપટાં નોંધાયા.

Advertisement

આ પણ વાંચો : Arvalli : મોડાસામાં મિની વાવાઝોડાએ વતાર્વ્યો કહેર, એલિવેશન ગ્રિલ તૂટી પડતા મચી દોડધામ

Tags :
Advertisement

.

×