Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પશ્ચિમ અમદાવાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: થલતેજમાં સૌથી વધુ વરસાદ

Ahmedabad Rain: અમદાવાદ (Ahmedabad) શહેરમાં બપોર બાદ મેઘરાજાએ પુનઃ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાંજ સુધીમાં શહેરમાં સરેરાશ 24.24 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેમાં પશ્ચિમ ઝોનના થલતેજ (Thaltej) માં સૌથી વધુ 58 મિલીમીટર વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદમાં જ બોપલ (Bopal) અને સરસપુર (Saraspur) ના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પશ્ચિમ અમદાવાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ  થલતેજમાં સૌથી વધુ વરસાદ
Advertisement

Ahmedabad Rain: અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું હતું. વરસાદના સત્તાવાર આંકડા મુજબ થલતેજ (Thaltej) માં સૌથી વધુ 58 મિલીમીટર, સાયન્સ સિટી (Science City) માં 51.5 મિલીમીટર, બોડકદેવ (Bodakdev) માં 49 મિલીમીટર, બોપલ (Bopal) માં 48.5 મિલીમીટર, ચાંદલોડિયા (Chandlodiya) માં 42 મિલીમીટર, મોટેરા (Motera) માં 37 મિલીમીટર અને રાણીપ (Ranip) માં 35.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

Tags :
Advertisement

.

×