Ahmedabad: મહારાષ્ટ્રની જેલમાં બંધ પતિને છોડવવા પત્ની પાસેથી 6 લાખ પડાવ્યા, ઠગાઈ કરનાર નકલી પોલીસની ધરપકડ
- Ahmedabad: શહેરના પૂર્વ વિસ્તારનો ચેતવણીરૂપ કિસ્સો
- યુવકે પોલીસ કોન્સ્ટેબલનો યુનિફોર્મ પહેરી રૂપિયા પડાવ્યા
- પોલીસની ખોટી ઓળખ આપી મહિલા પાસેથી 6 લાખ પડાવ્યા
Ahmedabad: શહેરના પૂર્વ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે અન્ય નાગરિકો માટે લાલબત્તી સમાન છે. જો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી કે કર્મચારી હોવાની ઓળખ આપીને કેસ પતાવવાની લાલચ આપે, તો ચેતી જવાની જરૂર છે. અમદાવાદના રામોલ (Ramol) વિસ્તારમાં રહેતી એક મહિલાને પોતાના પતિને જેલમાંથી છોડાવવાની ઉતાવળમાં એક નકલી પોલીસકર્મી પર ભરોસો કરવો ભારે પડ્યો છે. આ મહિલાના પતિ હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra) ની જેલમાં દુષ્કર્મના ગુના હેઠળ બંધ છે.
Ahmedabad: જામીન અપાવવાના બહાને 6 લાખની ખંડણી
ભોગ બનનાર મહિલા પોતાના પતિને વહેલી તકે જેલમુક્ત કરાવવા માંગતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક પરેશચૌહાણ (Paresh Chauhan) નામની એક વ્યક્તિ સાથે થયો હતો. પરેશ મનોજ ચૌહાણે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ના પોલીસકર્મી તરીકે આપી હતી. તેણે પોલીસ યુનિફોર્મ (Uniform) પહેરીને મહિલાનો વિશ્વાસ જીત્યો અને તેના પતિને જામીન અપાવવાના બહાને કુલ ₹6,00,000 (Six Lakh Rupees) પડાવી લીધા હતા.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારનો ચેતવણીરૂપ કિસ્સો
યુવકે પોલીસ કોન્સ્ટેબલનો યુનિફોર્મ પહેરી રૂપિયા પડાવ્યા
પોલીસની ખોટી ઓળખ આપી મહિલા પાસેથી 6 લાખ પડાવ્યા#AhmedabadCrime #FakePolice #FraudCase #PoliceUniform #AhmedabadPolice #CyberCrime #PublicSafety #GujaratFirst pic.twitter.com/4r6XYayj5T— Gujarat First (@GujaratFirst) February 27, 2026
Ahmedabad: સમાધાન છતાં પોલીસની કડક કાર્યવાહી
પૈસા આપ્યા બાદ પણ મહિલાના પતિ જેલમાંથી છૂટ્યો ન હતો, જેને કારણે મહિલા અને આરોપી પરેશ ચૌહાણ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. મહિલાએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જોકે, પાછળથી બંને પક્ષો વચ્ચે લેખિતમાં સમાધાન (Settlement) થઈ ગયું હતું. પરંતુ, આ મામલો નકલી પોલીસ બનીને છેતરપિંડી કરવાનો હોવાથી, અમદાવાદ પોલીસે તેને ગંભીરતાથી લીધો હતો. પોલીસના મતે, પોલીસના નામે થતી આવી છેતરપિંડી સમાજ માટે ખતરનાક છે, તેથી સમાધાન પછી પણ પોલીસે આરોપીને શોધવાની તપાસ ચાલુ રાખી હતી.
આરોપી સામે નડિયાદમાં પણ ફરિયાદ
ગઈકાલે રામોલ પોલીસે બાતમીના આધારે આરોપી પરેશ ચૌહાણની ધરપકડ (Arrest) કરી હતી. આ કિસ્સામાં ખાસ વાત એ છે કે પોલીસે પોતે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મનોજ સામે અગાઉ નડિયાદ (Nadiad) માં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આરોપી અવારનવાર પોલીસના સ્વાંગમાં નિર્દોષ લોકોને છેતરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે.
આ પણ વાંચોઃ Somnath: ટ્રસ્ટ અતિથિગૃહની નકલી વેબસાઈટ બનાવનાર પકડાયા, આ રાજ્યના 6 વિદ્યાર્થીઓ નીકળ્યા માસ્ટરમાઈન્ડ!
આ પણ વાંચોઃ Mehsana: માત્ર 5 જ મિનિટમાં સિસ્ટમ હેક કરી કારની ચોરી! મારુતિ સુઝુકીના પૂર્વ કર્મચારી સહિત 2 શખ્સો પકડાયા


