Ahmedabad Rave Party Update : 13 નાઇજિરિયન સહિત 20 લોકોની ધરપકડ, મુખ્ય આયોજનકર્તા પણ પકડાયો
- Ahmedabad Rave Party Update : અમદાવાદમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો
- 13 નાઇજિરિયન સહિત 20 લોકોની ધરપકડ
- રૅવ પાર્ટીનું મુખ્ય આયોજનકર્તા જોન નામનો વ્યક્તિ!
- પાર્ટીમાં પ્રવેશ માટે પાસનું વેચાણ કરવામાં આવ્યું હતું
- પાસનો ભાવો ₹700 થી લઈને ₹2500 અને તેનાથી પણ વધુ
Ahmedabad Rave Party Update : કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળમાં જ છે, રાજ્યના દરેક મોટા જિલ્લાઓમાં કોઇને કોઇ વિસ્તાર એવો હોય છે કે જ્યા દારૂ ખુલ્લેઆમ વહેચાતું હોય છે અને આરામથી તેને પીવાતું પણ હોય છે. ત્યારે હવે અમદાવાદ જેવા મોટા શહેરમાં દારૂ પીવા માટે પાર્ટીઓની વ્યવસ્થાઓ કરવી જાણે સામાન્ય વાત બની ગઇ છે. જીહા, તાજેતરમાં અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં રેવ પાર્ટી (Rave Party) પર પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાથી NRI સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બોપલ પોલીસની સફળ રેડ અને આરોપીઓની ધરપકડ
બોપલ પોલીસને એક ફાર્મહાઉસ ખાતે ચાલી રહેલી 'રૅવ પાર્ટી' અને નશાખોરીની પ્રવૃત્તિઓ વિશે બાતમી મળી હતી. પોલીસ ટીમે સમયસર રેડ પાડીને સ્થળ પરથી 20 જેટલા લોકોને રંગે હાથ પકડ્યા હતા. આ તમામ લોકો શરાબ અને શબાબ સાથેના નશામાં ધૂત જોવા મળ્યા હતા, જે ગુજરાતના દારૂબંધી કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પોલીસે તાત્કાલિક તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઇએ કે, આ રેડમાં જે 20 લોકો ઝડપાયા છે, તેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે તેમાંથી 13 વ્યક્તિઓ આફ્રિકન નાઇજિરિયન (African Nigerian) નાગરિકો છે. વિદેશી નાગરિકોની આટલી મોટી સંખ્યામાં હાજરી સૂચવે છે કે આ પાર્ટી આંતરરાષ્ટ્રીય સ્તરના નશાખોરીના નેટવર્ક સાથે જોડાયેલી હોઈ શકે છે. વિદેશીઓ દ્વારા જ તમામ વિદેશી દારૂ (Foreign Liquor) અને હુક્કાબારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બોપલ Rave Party કેસમાં મોટો ખુલાસો
અમદાવાદના બોપલ વિસ્તારમાં રેવ પાર્ટી કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. પોલીસે તપાસમાં જાણ્યું કે પાર્ટી ફાર્મહાઉસ મિલન પટેલના નામે નોંધાયેલ હતું. ઘટનાસ્થળેથી કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 15 લોકો દારૂના નશામાં હતા. આ પૈકી 13 વિદેશી નાગરિકો અને 6 યુવતીઓનો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આ પાર્ટીનું આયોજન કેન્યાનાં જોન નામના શખ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે હવે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંકળાયેલા લોકોની શોધ શરૂ કરી છે.
આયોજનકર્તા 'જોન' અને 'હોટ ગ્રેબર પાર્ટી પાસ'
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર 'રૅવ પાર્ટી'નું મુખ્ય આયોજનકર્તા 'જોન' (Jon) નામનો એક વ્યક્તિ હતો. 'જોન' દ્વારા આ પાર્ટીને 'હોટ ગ્રેબર પાર્ટી પાસ' (Hot Grabber Party Pass) નામ આપવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પ્રવેશ માટે પાસનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવો ₹700 થી લઈને ₹2500 અને તેનાથી પણ વધુ (VIP પાસ) સુધીના હતા. આ દર્શાવે છે કે આ આયોજન એક મોટી કમાણીનો સ્ત્રોત બનવાનું હતું અને તેના મૂળ ઊંડા હોઈ શકે છે. 'જોન' સાથે આ આયોજનમાં 2 ભારતીયો પણ સામેલ હતા, જેમની પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.
વધુ ઊંડાણપૂર્વક તપાસની જરૂરિયાત
આ ઘટના માત્ર 20 લોકોની ધરપકડ પૂરતી સીમિત નથી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા મોટા પાયે 'રૅવ પાર્ટી'નું આયોજન થવું એ રાજ્યની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે એક મોટો પડકાર છે. વળી અહીં એ પણ સવાલ થઇ રહ્યો છે કે,
- 'જોન' અને અન્ય ભારતીય આયોજનકર્તાઓને કોણ મદદ કરી રહ્યું હતું? તેમને વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી મળ્યો?
- ફાર્મહાઉસના માલિકો કે સંચાલકોને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે જાણ હતી કે કેમ?
- 13 આફ્રિકન નાઇજિરિયન નાગરિકો માત્ર પાર્ટીમાં મહેમાન હતા કે પછી નશાના નેટવર્કમાં તેમની કોઈ મોટી ભૂમિકા છે?
બોપલ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હવે આ કેસમાં દારૂના સપ્લાય ચેઈન અને વિદેશી નાગરિકોના હેતુઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે.
આ પણ વાંચો : Ahmedabad : ગાંધીના ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? બોપલમાં Rave Party પર દરોડા, 15 થી વધુની ધરપકડ