ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : પોતાનું ઘર કપાતમાં જતા રહીશોમાં રોષ

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રોડ વિસ્તરણના નામે ઘરો તોડવાની કાર્યવાહી સામે સ્થાનિક રહીશોનો આક્રોશ સામે આવ્યો છે. બોડકદેવ સ્થિત AMCની ઉત્તર-પશ્ચિમ ઝોન ઓફિસ બહાર તાજેતરમાં 3 સોસાયટીઓના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
02:38 PM May 19, 2025 IST | Hardik Shah
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રોડ વિસ્તરણના નામે ઘરો તોડવાની કાર્યવાહી સામે સ્થાનિક રહીશોનો આક્રોશ સામે આવ્યો છે. બોડકદેવ સ્થિત AMCની ઉત્તર-પશ્ચિમ ઝોન ઓફિસ બહાર તાજેતરમાં 3 સોસાયટીઓના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
Protest outside AMC North West Zone office

Ahmedabad : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં માર્ગ વિસ્તરણના નામે ઘરો તોડવાની કાર્યવાહી સામે રહીશો ઉગ્ર પ્રતિકાર નોંધાવી રહ્યા છે. જણાવી દઇએ કે, બોડકદેવ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર-પશ્ચિમ ઝોન ઓફિસ (North-West Zone Office) બહાર તાજેતરમાં 3 સોસાયટીઓના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનો દાવો છે કે માર્ગ કપાતમાં 100થી વધુ મકાનો તોડી પડવાનું આયોજન છે, જેમાંથી ઘણા મકાનો 50 વર્ષથી વધુ જૂના છે અને તેમા રહેતા ઘણા ગરીબ પરિવારોએ પોતાનું જીવનભરનું આશિયાનું બનાવ્યું છે.

અગાઉ પણ સોસાયટી દ્વારા જમીન આપવામાં આવી

રહીશો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, અગાઉના વિકાસ સમયે પણ સોસાયટીના લોકો દ્વારા જમીન AMC ને આપવામાં આવી હતી. તેમ છતાં હાલમાં ફરીથી જમીન કપાતમાં આવી રહી છે અને ગત વખતે જમીન આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું વળતર મળ્યું નથી, તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, આ રોડ કપાતની કામગીરી 45 A TP મુજબ થતી કામગીરીનો એક ભાગ છે. ચાંદલોડિયા વિસ્તારમાં 9 મીટર તથા 12 મીટર રસ્તા માટે જમીન કપાતમાં જઇ રહી છે. બંને રસ્તાઓ માટે 12 મીટર વિસ્તાર ખુલ્લો મૂકવાનો તથા ગટર લાઇન પાઈપ લાઇન નાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચોમાસા પહેલા રસ્તા તથા ગટર લાઈનનું આયોજન

વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા માટે રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવી જરૂરી છે. જેથી ગટર લાઇન યોગ્ય રીતે બેસાડી શકાય અને વરસાદી પાણીનું સંચય ટાળીને ડ્રેનેજ વ્યવસ્થા સુધારી શકાય. જણાવી દઇએ કે, આ કામગીરીથી રહીશોમાં ભારે ભયનો માહોલ છે. અનેક પરિવારોને લાગે છે કે તેમનું ઘર તૂટી જશે. મકાનો તોડવાની નોટિસ મળતાં ઘણા રહીશોએ ઘરના દસ્તાવેજો સાથે રજૂઆત કરી છે કે, તેઓ અગાઉથી કાયદેસર રીતે બાંધકામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :  Dahod MGNREGA scam case : મંત્રી બચુભાઈ ખાબડના ફરાર થયેલા બીજા પુત્રની પણ ધરપકડ

Tags :
Affordable HousingAhmedabadAhmedabad NewsAMCAMC NewsChandlodia ProtestGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsHardik ShahHousing RightsResidents protestRoad Widening IssueTown PlanningUrban development
Next Article