Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદમાં નિવૃત્ત DySPના ફાયરિંગ કેસમાં મોટો ધડાકો: 'ડરાવવા નહીં, મર્ડરના ઈરાદે જ ગોળી ચલાવી હોવાનો આક્ષેપ'

Retired DySP Ashok Chauhan: અમદાવાદ (Ahmedabad)માં નિવૃત્ત DySP અશોક ચૌહાણ (Ashok Chauhan)ના ફાયરિંગ કેસમાં ફરિયાદી અમિત પટેલે (Amit Patel) ગુજરાત ફર્સ્ટ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જમીન વિવાદમાં કોર્ટની નોટિસ મળતા અશોક ચૌહાણે મર્ડરના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેમની દીકરીએ પણ હત્યાની ચીમકી આપી હતી.
અમદાવાદમાં નિવૃત્ત dyspના ફાયરિંગ કેસમાં મોટો ધડાકો   ડરાવવા નહીં  મર્ડરના ઈરાદે જ ગોળી ચલાવી હોવાનો આક્ષેપ
Advertisement

Ahmedabad Firing Case: અમદાવાદ (Ahmedabad) શહેરમાં બનેલી નિવૃત્ત ડીવાયએસપી (Retired DySP)ના ફાયરિંગની સનસનાટીભરી ઘટનામાં હવે ફરિયાદી પક્ષે મીડિયા સમક્ષ આવીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સમગ્ર મામલે ફરિયાદી અમિત પટેલે (Amit Patel) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી અશોક ચૌહાણે (Ashok Chauhan) જમીનની માલિકીના કાગળો આપ્યા ન હતા. આ બાબતે જ્યારે તેમને કોર્ટની નોટિસ (Court Notice) મળી, ત્યારે તેઓ ભારે આક્રોશમાં આવી ગયા હતા અને આક્રોશમાં આવીને જ તેમણે ન્યાય મેળવવા મથતા પરિવાર પર ફાયરિંગ (Firing) કરવાનો ઘાતક પ્રયાસ કર્યો હતો.

"દીકરીએ આપી હતી હત્યાની ચીમકી, હજુ પણ પોલીસ અધિકારી હોવાનો રોફ છે"

ફરિયાદી અમિત પટેલે (Amit Patel) ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અશોક ચૌહાણ (Ashok Chauhan)ની દીકરીએ પહેલાંથી જ તેમને જાનથી મારી નાખવાની ચીમકી (Murder Threat) આપી હતી. આથી આ ફાયરિંગની ઘટના કોઈ અકસ્માત કે ડરાવવાનો પ્રયાસ નહોતો, પરંતુ પૂર્વ આયોજિત રીતે મર્ડર (Murder) કરવાના ઈરાદે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ વધુમાં ઉમેર્યું કે, અશોક ચૌહાણ ભલે પોલીસ ખાતામાંથી નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ તેમના મગજમાંથી હજુ પણ પાવર ગયો નથી અને તેઓ હજુ પણ પોતે જ ડીવાયએસપી (DySP) હોય તેવો ખોટો રોફ જમાવી રહ્યા છે.

Advertisement

બંને રાઉન્ડ જીવ લેવાના ઈરાદે જ ફાયર કરવામાં આવ્યા

ઘટનાની ગંભીરતા દર્શાવતા અમિત પટેલે આક્ષેપ કર્યો છે કે, આરોપી દ્વારા એક નહીં પરંતુ બે રાઉન્ડ (Two Rounds) ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બંને રાઉન્ડ સીધા તેમના પર જીવ લેવાના સ્પષ્ટ ઈરાદે જ છોડવામાં આવ્યા હતા. સદનસીબે આ હુમલામાં તેમનો આબાદ બચાવ થયો હતો. હાલમાં અમદાવાદ પોલીસે (Ahmedabad Police) આ હાઈપ્રોફાઈલ કેસમાં ફરિયાદીના નિવેદનના આધારે કાયદાકીય ગાળિયો મજબૂત કર્યો છે અને નિવૃત્ત અધિકારી વિરુદ્ધ હત્યાના પ્રયાસ (Attempt to Murder)ની કલમો હેઠળ આગળની તપાસ તેજ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad Breaking News : અમદાવાદના નહેરુનગરમાં નિવૃત Dysp એ કરેલા ફાયરિંગથી લઈ વાંચો તેની Inside Story 

Advertisement

.

×