Ahmedabad: CNG ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો વિરોધ, હડતાળને મળ્યો મિશ્ર પ્રતિસાદ
અમદાવાદમાં CNG ભાવવધારા સામે પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી બે દિવસીય હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વેજલપુર સહિત અમુક વિસ્તારોમાં રિક્ષાઓ બંધ કરાવવાના પ્રયાસો થયા, પરંતુ શહેરના મોટા ભાગમાં સેવા યથાવત રહી. એક લાખ રિક્ષા ચાલકો જોડાશે એવો દાવો પોકળ સાબિત થયો અને મુસાફરોને આંશિક હાલાકીનો સામનો કરવો પડ્યો.
Advertisement
Ahmedabad: અમદાવાદમાં CNG ના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી બે દિવસીય હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. એસોસિએશને શહેરના આશરે એક લાખ રિક્ષા ચાલકો હડતાળમાં જોડાશે એવો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રિક્ષાઓ યથાવત ચાલુ જોવા મળી રહી છે.

