સાબરમતી રિવર ફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ, ફ્લાવર શોની તૈયારીઓમાં જોડાયું તંત્ર
- અમદાવાદમાં રાજ્યનો સૌથી મોટો ફ્લાવર શો યોજાશે
- વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં જોડાયું
- નાગરિકો માટે રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો
Ahmedabad River Front : અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે. તંત્ર ફ્લાવર શોની તૈયારીમાં જોડાયું છે. તૈયારીઓના ભાગરૂપે 13, ડિસેમ્બર-2025 થી જાહેર જનતા માટે રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત સાબરમતી રિવરફ્રન્ટના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ દ્વારા કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટને રાબેતામુજબ કરવામાં આવશે. આ સાથે જ મૂન ટ્રેલને પણ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયા પેજમાં માહિતી આપી
અમદાવાદ રિવરફ્રન્ટની મુલાકાતે રોજ હજારો લોકો મુલાકાતે આવતા હોય છે. આ માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે, હાલના સમયમાં બીજી તરફ અમદાવાદનું વહીવટી તંત્ર દ્વારા ફલાવર શોની તડામાર તૈયારીઓમાં જોડાયું છે. તૈયારીઓના ભાગરૂપે રિવરફ્રન્ટને મુલાકાતીઓ માટે 13, ડિસેમ્બર - 2025 થી બંધ કરવામાં આવ્યું છે. જેની જાહેરાત સાબરમતી રિવરફ્રન્ટ ઓથોરીટી દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર કરવામાં આવી છે.
ફ્લાવર શોની તૈયારીઓએ વેગ પકડી
આ સાથે જ મૂન ટ્રેલને પણ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આ વર્ષે તંત્ર દ્વારા અગાઉની જેમ રંગ, ઉમંગ અને સુગંધ સાથેના ફ્લાવર શોની તૈયારીઓમાં જોડાયું છે. આ ફ્લાવર શો જાન્યુઆરી - 2026 માં શરૂ થશે, તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યાં સુધી રિવરફ્રન્ટની મુલાકાત લેવા માટે આતુર નાગરિકોએ નિરાશાનો સામનો કરવો પડશે.
આ પણ વાચો ----- Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચાર યોજના અંતર્ગત સ્કોલરશીપનું વિતરણ