Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં બનશે દેશનું પ્રથમ Tropical Garden, Riverfront પર 'મિની ફોરેસ્ટ'ની મજા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Riverfront) પર દેશનું સૌપ્રથમ અત્યાધુનિક ટ્રોપિકલ ગાર્ડન (Tropical Garden) આકાર લેશે. ઉસ્માનપુરા ગાર્ડન ખાતે અંદાજિત 46 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટમાં પ્રકૃતિ અને ટેકનોલોજીનો અદભૂત સમન્વય જોવા મળશે. ગ્લાસ સ્ટ્રક્ચર, સ્કાય વોક અને આર્ટિફિશિયલ ક્લાઉડ (Artificial Cloud) જેવી સુવિધાઓ સાથેનું આ ગાર્ડન આગામી 02 વર્ષમાં તૈયાર કરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ahmedabad માં બનશે દેશનું પ્રથમ tropical garden  riverfront પર  મિની ફોરેસ્ટ ની મજા
Advertisement
  • Ahmedabad Riverfront Tropical Garden: શહેરનું વધશે આકર્ષણ
  • અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક ભવ્ય આકર્ષણનો ઉમેરો થશે
  • રિવરફ્રન્ટના ઉસ્માનપુરા ગાર્ડનમાં ભારતનું સૌપ્રથમ ટ્રોપિકલ ગાર્ડન બનશે
  • પ્રકૃતિ અને ટેકનોલોજીનો અદભૂત સંગમ જોવા મળશે
  • ગાર્ડનમાં 110 પ્રકારના વિવિધ વૃક્ષો અને ગ્લાસ સ્ટ્રક્ચર આકર્ષણનું કેન્દ્ર રહેશે

Ahmedabad Riverfront Tropical Garden: અમદાવાદની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં વધુ એક નવું આકર્ષણ જોવા મળશે. રિવરફ્રન્ટ ઓથોરિટી ઉસ્માનપુરા ગાર્ડન ખાતે દેશનું સૌથી પહેલું ટ્રોપિકલ ગાર્ડન (Tropical Garden) તૈયાર કરવાનું આયોજન કરી રહી છે. આ ગાર્ડન અંદાજિત 46 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં પ્રકૃતિની જાળવણી સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળશે. આ પ્રોજેક્ટથી અમદાવાદના પ્રવાસન ક્ષેત્રને (Tourism Sector) નવી ઊંચાઈ મળશે. શહેરીજનોને કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવવા માટે આ ગાર્ડન શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે.

Ahmedabad Riverfront Tropical Garden_GUJARAT 0

Advertisement

વિવિધ વનસ્પતિ અને ગ્લાસ સ્ટ્રક્ચર (Flora and Glass Structure)

આ ટ્રોપિકલ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા તેમાં જોવા મળતી વિવિધતા છે. અહીં 110 પ્રકારના વિવિધ વૃક્ષો અને વનસ્પતિઓ ઉછેરવામાં આવશે. સમગ્ર ગાર્ડનનું સ્ટ્રક્ચર અત્યાધુનિક ગ્લાસ (Glass Structure) એટલે કે કાચનું બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે ગાર્ડનની અંદર સ્કાય વોકની (Sky Walk) વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેના પર ચાલીને લોકો ઉપરથી ગાર્ડનનો નજારો માણી શકશે. આ ગાર્ડન માત્ર મનોરંજન માટે જ નહીં પણ શિક્ષણના હેતુથી પણ ઘણું ઉપયોગી રહેશે.

Advertisement

આ પણ વાંચો---- Surat માં ખૂની ખેલ, દોહિત્રએ નાનીની કરી હત્યા, પોલીસ તપાસમાં આ રીતે ફૂટ્યો ભાંડો

આધુનિક સુવિધાઓ અને લાઈટ શો (Modern Amenities and Light Show)

ગાર્ડનમાં લોકોના મનોરંજન માટે અનેક અનોખી સુવિધાઓ ઉમેરવામાં આવશે. અહીં સુંદર ફાઉન્ટેન અને આર્ટિફિશિયલ ક્લાઉડ (Artificial Cloud) એટલે કે કૃત્રિમ વાદળો ઊભા કરવામાં આવશે. જેના કારણે મુલાકાતીઓને ટ્રોપિકલ જંગલ જેવો અનુભવ થશે. રાત્રિના સમયે અહીં ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ (Light and Sound Show) પ્રસ્તુત કરવામાં આવશે. આ શો રિવરફ્રન્ટની રોનકમાં વધારો કરશે. નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ માટે આ સ્થળ આકર્ષક બની રહેશે.

Ahmedabad Riverfront Tropical Garden_GUJARAT 01

2 વર્ષમાં તૈયાર થશે નવું નજરાણું (Completion in Two Years)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રોજેક્ટ પાછળ 46 કરોડ જેટલી માતબાર રકમ ખર્ચશે. આગામી 02 વર્ષના નિર્ધારિત સમયગાળામાં આ ટ્રોપિકલ ગાર્ડન તૈયાર થઈ જશે. રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે આવેલા ઉસ્માનપુરા વિસ્તારમાં (Usmanpura Area) આ ગાર્ડન શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે. પ્રવાસીઓને આકર્ષવા માટે આ પ્રોજેક્ટ એક ગેમ ચેન્જર સાબિત થશે. અમદાવાદ હવે ભારતનું પ્રથમ શહેર બનશે જ્યાં આ પ્રકારનું અનોખું ગાર્ડન હશે. અત્યારે આ પ્રોજેક્ટની પ્રાથમિક કામગીરી ઝડપથી ચાલી રહી છે.

આ પણ વાંચો---- Surat ના Dumas Beach પર દરિયો ખરેખર પાછળ ધકેલાયો!, પોલીસે શું કર્યો ખુલાસો?

 

Tags :
Advertisement

.

×