Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સોલા-ભાગવત ખાતે RSS એ યોજાયો 'ભાગવતગનર સોસાયટી સંવાદિતા કાર્યક્રમ'

તેમ જ પોલીસ અધિકારી નીતાબેન દેસાઈએ કુંટુંબમાં નારીનું મહત્ત્વ અને વર્તમાન સમસ્યાઓ અંગે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
ahmedabad   સોલા ભાગવત ખાતે rss એ યોજાયો  ભાગવતગનર સોસાયટી સંવાદિતા કાર્યક્રમ
Advertisement
  1. અમદાવાદનાં સોલા ભાગવત ખાતે RSS દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો
  2. વિસ્તારમાં આવેલ ઉમિયા ગર્લ્સ કોલેજમાં કાર્યક્રમનું આયોજન કરાયું
  3. RSS નાં સહ ક્ષેત્ર પ્રમુખ વિજય દેવાંગન હાજર રહ્યા
  4. સોલા, સાયન્સ સિટી, ભાડજમાં રહેતા સ્વંયસેવકો પણ જોડાયા હતા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા કર્ણાવતીનાં સોલા-ભાવગત સ્થિત આવેલી ઉમિયા ગર્લ્સ કોલેજ ખાતે દેશમાં વિધમાન આંતરિક સમસ્યાઓનાં નિવારણ, બાહ્ય સમસ્યાઓનું નિવારણ કરવાનો માર્ગ પ્રશસ્ત થાય અને પંચ પરિવર્તન સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુંટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય બોધ અને સ્વદેશી જીવનશૈલીનાં હેતુસર, ભાગવતનગર સોસાયટી સંવાદિતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પશ્વિમ ક્ષેત્રનાં સહ-ક્ષેત્ર પ્રમુખ વિજયભાઈ દેવાંગન અને નીતાબેન દેસાઈ, ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસ પશ્ચિમ ઝોન ટ્રાફિક અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Gandhinagar Metro : લ્યો બોલો...અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રો રૂટમાં કેબલની ચોરી!

Advertisement

Advertisement

સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુંટુંબ પ્રબોધન પર માર્ગદર્શન

આ પ્રસંગે, સંઘનાં વિજયભાઈ દેવાંગને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનાં આવનારા શતાબ્દી વર્ષને લઈને સજ્જન શક્તિ દ્વારા સમાજમાં કેવી રીતે પરિવર્તન થાય, તે માટે પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વ આધારિત ભારત અને નાગરિક શિષ્ટાચાર પર સંઘનાં આ પંચ પ્રણ સમાજમાં સ્થાપિત થાય તે અંગે વક્તવ્ય આપ્યું હતું. તેમ જ પોલીસ અધિકારી નીતાબેન દેસાઈએ કુંટુંબમાં નારીનું મહત્ત્વ અને વર્તમાન સમસ્યાઓ અંગે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પણ વાંચો - Gandhinagar : મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક મળી, હવામાન વિભાગની આગાહી અંગે ચર્ચા કરી

મોટી સંખ્યામાં સ્વંયસેવકો, સોસાયટી ચેરમેન-સેક્રેટરી ઉપસ્થિત રહ્યા

નોંધનીય છે કે, ભાગવતનગર અંતર્ગત આવતી વસ્તી જેવી કે, સોલા, સાયન્સ સિટી, ભાડજ, સુપર સિટી, વસંતનગર, હેબતપુર વિસ્તારમાં રહેતા સ્વંયસેવકો અને મોટી સંખ્યામાં સોસાયટી ચેરમેન-સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા. આ સજ્જન શક્તિ દ્વારા સમાજમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Admission in Pharmacy: ધોરણ-૧૨ અમાન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ નહી.

Tags :
Advertisement

.

×