Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad RTOએ લીધો મોટો નિર્ણય, શહેરમાં રેપીડો જેવી કોમર્શિયલ બાઈક રાઈડ બંધ

Rapido Service Banned in Ahmedabad: અમદાવાદમાં હવે રેપીડો અને અન્ય કોમર્શિયલ બાઈક સર્વિસીસ પર એક મહિના માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ahmedabad rtoએ લીધો મોટો નિર્ણય  શહેરમાં રેપીડો જેવી કોમર્શિયલ બાઈક રાઈડ બંધ
Advertisement
  1. RTOના નિર્ણયથી ગેરકાયદેસર બાઈક રાઈડ્સ પર પ્રતિબંધ
  2. કોમર્શિયલ બાઈક સર્વિસીસ પર એક મહિના માટે પ્રતિબંધ
  3. રીક્ષા યુનિયનની માંગણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો

Rapido Service Banned in Ahmedabad: અમદાવાદમાં હવે રેપીડો અને અન્ય કોમર્શિયલ બાઈક સર્વિસીસ પર એક મહિના માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ RTO દ્વારા લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રિક્ષાચાલકો દ્વારા અનુકૂળ શરતો અને ઈનકમ વધારવા માટે દબાવા કરવામાં આવી રહ્યો હતો, અને તેમની આ માંગણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગામી એક મહિના સુધી આવી કોમર્શિયલ બાઈક રાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: પોલીસે છેડતી કરનારા નરાધમીનું જાહેરમાં કાઢ્યું સરઘસ, ભણાવ્યો કાયદાનો પાઠ

Advertisement

રીક્ષા યુનિયનની ફરિયાદના આધારે લેવાયો નિર્ણય

આ નિર્ણયનો સૌથી મોટો પૃષ્ઠભૂમિ રિક્ષા યુનિયનોના હડતાળ અને ફરિયાદો છે, જેમણે ગેરકાયદેસર બાઈક રાઈડ્સના સંદર્ભમાં ફરિયાદ કરી હતી. રિક્ષાચાલકોનો દાવો હતો કે, આ બાઈક રાઈડ્સથી તેમના આવક પર પર અસર થઈ રહીં છે. આ નિર્ણય આગામી એક મહિના માટે લેવામાં આવ્યો છે. જો કે, RTO આ દરમિયાન યોગ્ય તપાસ કરશે અને જો આમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ જોવા મળે, તો આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Surat: શહેરમાં સફાઈ કામદારે ટાવરના 11માં માળેથી લગાવી મોતની છલાંગ

2023માં પણ RTO દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો

અમદાવાદ RTOએ સ્પષ્ટતા કરી છે કે, સફેદ નંબર પ્લેટ (White Plate) ધરાવતાં બાઈકોને કોમર્શિયલ ઉપયોગ માટેનો પરવાનગી નથી. તેમનાથી પૈસા કમાવા માટે ફરક પાડતી સેવાઓ, જેમ કે રેપીડો અને અન્ય બાઈક રાઈડ્સ હવે મોટે ભાગે બંધ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ પહેલા 2023ના મે મહિનામાં પણ RTOએ સુચના આપી હતી કે, "RTOની મંજૂરી વિના આ પ્રકારના વાહનો પર કાર્યવાહી કરવામાં આવશે અને આવા બાઈકોને જપ્ત કરવામાં આવશે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×