Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad RTO ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ

Ahmedabad RTO Bomb Threat: અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી મુખ્ય આરટીઓ (RTO - Regional Transport Office) કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ahmedabad rto ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  કચેરી ખાલી કરાવાઈ
Advertisement
  • અમદાવાદ RTO ને (Ahmedabad RTO) બોમ્બથી ઉડાવવાની ધમકી
  • ધમકીભર્યો મેસેજ મળતા જ તંત્ર હરકતમાં
  • અમદાવાદ RTO કચેરીને તાત્કાલિક ખાલી કરાવાઈ
  • ટેસ્ટ આપવા આવેલા લોકોને પરત મોકલાયા
  • પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

Ahmedabad RTO Bomb Threat: અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી મુખ્ય આરટીઓ (RTO - Regional Transport Office) કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકીભર્યો મેસેજ મળતા જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાની શરૂઆત કરી હતી.

RTO કચેરી તાત્કાલિક ખાલી કરાવાઈ

બોમ્બની ધમકી મળતા જ RTO પ્રશાસન દ્વારા કચેરીમાં કામ કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો પણ ઉપસ્થિત હતા, જેમને પણ તાત્કાલિક પરિસર ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.

Advertisement

Advertisement

ટેસ્ટ આપવા આવેલા લોકોને પરત મોકલાયા

આજે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પાકા ટેસ્ટ (Driving Test Track) આપવા આવેલા સેંકડો લોકોને પણ કોઈ પણ ટેસ્ટ લીધા વગર પરત મોકલી દેવામાં આવ્યા હતા. RTO ના તમામ કામકાજ અટકાવી દેવામાં આવ્યા છે અને કચેરીના મુખ્ય દરવાજા બંધ કરી દેવાયા છે. લોકોમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

RTO ને મળેલી ધમકી અંગે એલ ડિવિઝનના ACP દિગ્વિજયસિંહ રાણાનું નિવેદન

અમદાવાદ એલ ડિવિઝનના ACP દિગ્વિજયસિંહ રાણાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, વહેલી સવારે 3:48 કલાકે એક ઈમેલ મળ્યો હતો, જેમાં 13 ઝેરી ગેસના ઉપયોગથી કચેરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે RTO અધિકારીને સવારે 8 વાગે જાણ થતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં તપાસ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ તમામ સ્ટાફને પુનઃ કામ પર જવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો:  Ahmedabad: પેટે પાટા બાંધી મોટા કર્યા પણ મળ્યું શું? સંતાનોના લાખોમાં પગાર, છતાં વૃદ્ધ માતા-પિતા ભોજન માટે કોર્ટના દ્વારે

Tags :
Advertisement

.

×