Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: સાબરમતી વિસ્તારમાં બ્રિજ નીચે દારૂનું સ્ટેન્ડ! વીડિયો વાયરલ થતાં પોલીસે શું કહ્યું?

અમદાવાદના સાબરમતી (Sabarmati) વિસ્તારમાં બલોલનગર બ્રિજ (Balolnagar Bridge) નીચે કંતાન બાંધીને ચલાવવામાં આવતા દેશી દારૂના સ્ટેન્ડનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ સ્ટેન્ડ હાલ બંધ છે અને અગાઉ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વીડિયો અંગે પોલીસે પ્રતિક્રિયા આપી છે.
ahmedabad  સાબરમતી વિસ્તારમાં બ્રિજ નીચે દારૂનું સ્ટેન્ડ  વીડિયો વાયરલ થતાં પોલીસે શું કહ્યું
Advertisement
  • Ahmedabad: સાબરમતી વિસ્તારનો વીડિયો વાયરલ
  • ખુલ્લેઆમ દેશી દારૂના સ્ટેન્ડનો વીડિયો વાયરલ
  • કંતાન લગાવી વચ્ચે બનાવાયું દેશી દારૂનું સ્ટેન્ડ

Ahmedabad: અમદાવાદ શહેરના સાબરમતી (Sabarmati) વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનું દેખાઈ રહ્યું છે.  આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જેથી આ મામલે પોલીસે પ્રતિક્રિયા આપી છે.

Ahmedabad: બ્રિજ નીચે ચાલતું દેશી દારૂનું વેચાણ!

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અમદાવાદના બલોલનગર બ્રિજ (Balolnagar Bridge) નીચે દારૂના સ્ટેન્ડ ચલાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેન્ડ ખાસ પ્રકારની વ્યવસ્થા સાથે બનાવવામાં આવ્યા હતા. બ્રિજની નીચે કંતાન (Gunny bags) લગાવીને વચ્ચે એક ચોક્કસ જગ્યા ઊભી કરવામાં આવી હતી, જ્યાંથી દેશી દારૂનું વિતરણ થતું હોવના આરોપ લાગ્યા છે. ધમધમતા વિસ્તારમાં આ પ્રકારે સ્ટેન્ડ ચાલતા હોવાથી સ્થાનિકોમાં પણ રોષ છે.

Advertisement

Ahmedabad: વીડિયો થયો વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ લોકોએ પોલીસ પ્રશાસનને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું, જેના કારણે સાબરમતી પોલીસ (Sabarmati Police) હરકતમાં આવી હતી.

Advertisement

પોલીસનો ખુલાસો: "સ્ટેન્ડ હાલ બંધ છે"

આ મામલે પોલીસે કે જે સ્થળ બતાવવામાં આવી રહ્યું છે ત્યાં હાલ કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી. પોલીસે કહ્યું કે બલોલનગર (Balolnagar) વિસ્તારમાં હાલ આવું કોઈ સ્ટેન્ડ કાર્યરત નથી. સાબરમતી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ પણ તપાસ કરવામાં આવી હતી અને સંબંધિત આરોપીઓ (Accused) સામે કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Banaskantha: નળાસર ગામે યુવકને શ્વાન કરડ્યાના 3 મહિના બાદ હડકવા, આવી થઈ હાલત!

કાયદો અને વ્યવસ્થા સામે સવાલ

જોકે, પોલીસના દાવા છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે રહેમનજર હેઠળ આવા સ્ટેન્ડ સમયાંતરે ધમધમતા રહે છે. શહેરમાં જ્યારે પોલીસ પેટ્રોલીંગમાં હોય છે, ત્યારે બ્રિજ નીચે આટલી મોટી વ્યવસ્થા ઊભી કરવી એ પોલીસની નિષ્ફળતા છે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ Ambalal Patel prediction: ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Tags :
Advertisement

.

×