ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: બ્લાસ્ટ માસ્ટર માઈન્ડ આરોપીનો એક નહીં પરંતુ ત્રણને પતાવવાનો પ્લાન હતો, વાંચો આ અહેવાલ

Ahmedabad: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરવાના પ્રયાસને લઈને મહત્વની અને ચોકાવનારી વિગતો સામે આવી
03:14 PM Dec 22, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરવાના પ્રયાસને લઈને મહત્વની અને ચોકાવનારી વિગતો સામે આવી
Ahmedabad
  1. આરોપી રૂપેણ સહિત અન્ય બે આરોપીની ધરપકડ
  2. બ્લાસ્ટના મુખ્ય આરોપી રૂપેણને નડતો હતો ‘મેલ ઈગો’
  3. આરોપી રૂપેણને છેલ્લા દસ વર્ષથી આંતરડાના રોગની બીમારી હતી

Ahmedabad: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરવાના પ્રયાસને લઈને મહત્વની અને ચોકાવનારી વિગતો સામે આવી છે. આરોપી રૂપેણ સહિત અન્ય બે આરોપીની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી રૂપેણને મેલ ઈગો નડતો હતો. મતલબ કે, રૂપેણની પત્ની અવારનવાર તેને ટોકતી હતી કે તે જીવનમાં કંઈ નહીં કરી શકે જેનું તેને લાગી આવ્યું હતું. આ ઉપરાંત જેને ત્યાં પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવ્યો તે બળદેવ સુખડિયા અને રૂપેણની પત્નીના નજીકના સંબંધો હતા.

આરોપી રૂપેણને છેલ્લા દસ વર્ષથી આંતરડાના રોગની બીમારી હતી

સૌથી મોટી વાત તો એ છે કે, માત્ર બળદેવ નહીં પરંતુ તેની પત્ની એટલે કે હેતલની સાથે હેતલના ભાઈને પણ બોમ્બ થકી ઉડાવી દેવાનો પ્લાન હતો, જે માટે પણ પાર્સલ બોમ્બ તૈયાર કરી લીધાં. રૂપેણની પત્ની હેતલ અને બળદેવ ભાઈ વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી રહેતી હતી. રૂપેણની પત્ની અને ફરિયાદી બળદેવ સુખડિયાના નજીકના સંબંધોથી આરોપી રૂપેણ નારાજ હતો. જેથી માર્ચ મહિનાથી બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી રૂપેણને છેલ્લા દસ વર્ષથી આંતરડાના રોગની બીમારી હતી. એક તરફથી આ પત્ની અવારનવાર ટોકતી અને બીજી તરફ બળદેવ અને પત્ની હેતલ વચ્ચે નજીકના સંબંધોની ખુન્નસ રાખી હત્યાનો પ્લાન બનાવ્યો, આ કારણથી હેતલ અને રૂપેણના છૂટાછેડા સુધીની વાત આવી ગઈ હતી.

ઓનલાઈન વીડિયો જોઈને બન્યો હતો બોમ્બ

ઉપરાંત રૂપેણ કંઈ પણ કરવા માટે સક્ષમ નથી, એ પ્રકારે ટોક ટોક કરતા, તે વાતનું લાગી આવ્યું. જેથી આરોપી રૂપેણે તેની પત્નીને કંઈક કરી બતાવવા માટે અલગ જ પ્રકારનો રસ્તો અપનાવ્યો. છેલ્લા ચારથી પાંચ મહિનાથી તે સોશિયલ મીડિયા અને youtube પર બોમ્બ કેવી રીતે બનાવી શકાય તે અંગે રિસર્ચ કરી અને તે બોમ્બ બનાવ્યો. પોલીસે જ્યારે કાર સાથે મુખ્ય આરોપી રૂપેણ અને તેના સાગરીત રોહનની ધરપકડ કરી ત્યારે કારમાંથી બે જીવતા બોમ્બ મળી આવ્યા. જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી જીવતા બોમ્બ હોવાથી બોમ્બ સ્કોડની મદદથી બોમ્બ ડિફ્યુસ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: Gir Somnath: હત્યાની કોશિશ કરનારા આરોપીઓને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યા

બંન્નેમાં વર્ષ 2006 માં પહેલા લગ્ન થયા હતા

આ ઉપરાંત કારમાંથી જીવતા કારતુસ પણ મળી આવ્યા હતાં.મુખ્ય આરોપી રૂપેણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સુધીનો અભ્યાસ કરેલો હતો. ઉપરાંત કેટલું ટેકનિકલ નોલેજ પણ ધરાવતો હતો. જેથી તેને જાતે જ ત્રણ બોમ્બ બનાવ્યા હતા. ગંધક પાવડર, સર્કિટ, 12 વોલ્ટ બેટરી, બ્લેડ, છરા અને 62 મિર્ચી બોમ્બ વગેરે જેવા બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. સૌથી રસપ્રદ બાબત એ છે કે, રૂપેણ નામના આરોપીએ બે વાર લગ્ન કરી ચૂક્યો છે અને બંને વાર પ્રેમ લગ્ન હતા. વર્ષ 2006 માં પહેલા લગ્ન થયા હતા, પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ 2014માં બીજા લગ્ન હેતલ નામની મહિલા સાથે થયા.

આ પણ વાંચો: પાણીયારા Porbandar માં પાણીયારા નેતાઓ હવે નથી ! કે પોરબંદરનું પાણી બચાવે.....!! 

બળદેવ, હેતલ અને રૂપેણ એકબીજાથી સારી રીતે પરિચિત હતા

હેતલને LLB ભણાવવા માટે આરોપી રૂપેણે મદદ કરી હતી. જે બાદ હેતલ એડવોકેટ બની, બીજી તરફ બળદેવ સુખડિયા પણ પોતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મુખ્ય આરોપી રૂપેણ ઈમિગ્રેશનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ત્રણેય મુખ્ય પાત્રો એટલે કે બળદેવ, હેતલ અને રૂપેણ એકબીજાથી સારી રીતે પરિચિત હતા. બ્લાસ્ટ કરી હત્યા કરવામાં હેતુથી ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ સવારે 10:45 વાગે શિવમ રો હાઉસમાં બળદેવભાઈ ઘરે આવ્યો હતો. રોહન અને ગૌરવ પાર્સલ આપવા ગયા, જેમાં રોહન બહાર રિક્ષામાં બેઠો હતો, ગૌરવે બળદેવેભાઈને પાર્સલ, આપ્યા બાદ રોહને રિમોટ વડે બ્લાસ્ટ કરી દીધો હતો.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા માટે 1,85,000 જેટલા ઉમેદવારો અજમાવી રહ્યાં પોતાનું નસીબ

Tags :
AhmedabadAhmedabad blast accusedGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsparcel blastparcel blast in Ahmedabadparcel blast in Sabarmatiparcel blast NewsSabarmati areasabarmati blast accusedTop Gujarati Newstwo people injured
Next Article