Ahmedabad : સાબરમતી River Cruise મરણપથારીએ! એપ્રિલ મહિનાથી બંધ હાલતમાં, જાણો શું છે કારણ
River Cruise : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, જે શહેરનું એક આઇકોનિક સ્થળ છે, તેના કેટલાક મુખ્ય પ્રવાસન પ્રોજેક્ટ્સને હાલમાં બંધ કરવામાં આવ્યા છે. રિવર ક્રૂઝ, ઝિપ લાઈન, સી-પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Advertisement
- અમદાવાદ સાબરમતી River Cruise મરણપથારીએ
- એપ્રિલ મહિનાથી River Cruise છે બંધ હાલતમાં
- ક્રૂઝના સંચાલકોએ ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત
- MLA અમિત શાહ, અમદાવાદ મેયર, મ્યુ. કમિશનરને રજુઆત
- ત્રણથી ચાર માસનું ભાડું માફ કરવા કરી રજુઆત
- River Cruise નું વાર્ષિક ભાડુ છે 65 લાખ રૂપિયા
- નદીમાં જળસ્તર ઓછું હોવાથી ક્રૂઝ ચલાવવું અશક્ય
- ચોમાસામાં નદીનું જળસ્તર રખાય છે ઓછું
River Cruise : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, જે શહેરનું એક આઇકોનિક સ્થળ છે, તેના કેટલાક મુખ્ય પ્રવાસન પ્રોજેક્ટ્સને હાલમાં બંધ કરવામાં આવ્યા છે. રિવર ક્રૂઝ (River Cruise), ઝિપ લાઈન, સી-પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2023માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે બંધ થવાની કગાર પર છે, જેનું મુખ્ય કારણ સાબરમતી નદીમાં પાણીનું ઘટતું સ્તર છે. આ સમસ્યાને કારણે છેલ્લા 2 મહિનામાં ક્રૂઝ સેવા ક્યારેક ચાલુ રહી, તો ક્યારેક બંધ રહી, જેના પરિણામે આ પ્રોજેક્ટનું સંચાલન કરતા અક્ષર ગ્રૂપને રૂ. 3 થી 3.5 કરોડનું ભારે આર્થિક નુકસાન થયું છે. આ ઘટનાક્રમે શહેરના પ્રવાસન અને આર્થિક વિકાસ માટે ચિંતાજનક સ્થિતિ સર્જી છે.

