Sabarmati Kidnapping: ક્રેટા કાર, 3 યુવકો અને 1 યુવતી: સાસુ જોતા રહ્યા ને વહુનું અપહરણ થઈ ગયું!
Creta Car Kidnapping: અમદાવાદ શહેરના સાબરમતી (Sabarmati) વિસ્તારમાં ધોળે દહાડે ફિલ્મી ઢબે એક મહિલાનું અપહરણ (Kidnapping) થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સાસુની હાજરીમાં જ તેમની વહુનું બળજબરીથી અપહરણ કરી લેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર મહિલાના પરિવાર દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશન (Sabarmati Police Station)માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ મહિલાના પૂર્વ પ્રેમી (Ex-lover)નો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સાસુની નજર સામેથી પુત્રવધૂને કારમાં ઉઠાવી ગયા
મળતી માહિતી મુજબ, સાબરમતી વિસ્તારમાં એક આઘાતજનક ઘટના બની જ્યારે એક ક્રેટા કાર (Creta Car)માં ચાર લોકો ધસી આવ્યા હતા. આ કારમાં ત્રણ યુવકો અને એક યુવતી સવાર હતા. આ ચારેય જણાએ નજર સામે જ મહિલાને પકડી લીધી હતી અને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સમયે મહિલાના સાસુ ત્યાં હાજર હતા, પરંતુ તેઓ કંઈ સમજે કે પ્રતિકાર કરે તે પહેલા જ અપહરણકારો મહિલાને લઈને રફુચક્કર થઈ ગયા હતા.
પૂર્વ પ્રેમીએ જ રચ્યું અપહરણનું કાવતરું?
ઘટનાને પગલે ગભરાયેલા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અપહરણ માટે આવેલા લોકોમાં એક યુવતી પણ સામેલ હતી. મહિલાના પરિવારે તેના પૂર્વ પ્રેમી પર અપહરણનો મુખ્ય આક્ષેપ કર્યો છે. પ્રેમ પ્રકરણ અથવા જૂની અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં સાબરમતી પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરભરમાં નાકાબંધી કરીને મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Mehsana: અમદાવાદ જવાનું કહી નીકળેલા યુવકનું અપહરણ, વિડીયો જોઈ મંગેતરના હોશ ઊડ્યા!


