Ahmedabad: શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય 'સમૈયો મહોત્સવ', કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) અમદાવાદ (Ahmedabad) ના પ્રવાસે
- 'સમૈયો શિક્ષાપત્રી' કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજર
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ( DY CM Harshbhai Sanghvi) પણ કાર્યક્રમમાં હાજર
- શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ
- કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમનું આયોજન
- સ્વામિનારાયણના સંતોએ ગીત ગાઇને કર્યું સ્વાગત
Ahmedabad: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) આજે 27 જાન્યુઆરીના રોજ પોતાના વતન ગુજરાત (Gujarat) ના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ (Ahmedabad) ના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત 'સમૈયો શિક્ષાપત્રી' (Samaiyo Mahotsav) કાર્યક્રમના સમાપન સમારોહમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચિત પવિત્ર 'શિક્ષાપત્રી'ના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સંતો દ્વારા ભવ્ય સ્વાગત અને દર્શન
કાર્યક્રમ સ્થળે પહોંચતા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગીત ગાઈને અમિતભાઈ શાહનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રીએ સૌપ્રથમ શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ સ્ટેજ પર પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે
'સમૈયો શિક્ષાપત્રી' કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજર
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર
શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ@AmitShah @HMOIndia @sanghaviharsh #AmitShah #HomeMinister… pic.twitter.com/7xJQfcFQB2— Gujarat First (@GujaratFirst) January 27, 2026
શિક્ષાપત્રી: જીવન જીવવાની આચારસંહિતા
સંબોધન દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિનિયમો અને શિસ્તના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રીમાં કુલ 212 શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે માનવ જીવનને સંસ્કારી અને વ્યસનમુક્ત બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ પવિત્ર ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા તે સંપ્રદાય માટે એક ઐતિહાસિક ક્ષણ છે.
ભગવાન સ્વામિનારાયણે બે શતાબ્દી પૂર્વે વસંત પંચમીના દિવસે 'શિક્ષાપત્રી'ની રચના કરી માનવ સમાજને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. તેમણે વર્ષ 1822માં ગાંધીનગરમાં જે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી હતી, ત્યાં શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા 'સમૈયો મહોત્સવ'માં… pic.twitter.com/JVC14pjm6X
— Amit Shah (@AmitShah) January 27, 2026
અમિતભાઈ શાહનું સંબોધન
અમિતભાઈ શાહે આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ ભવ્ય સમૈયાએ આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો છે. ગૃહમંત્રીની આ મુલાકાતને લઈને મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતો એક પર્વ બની રહ્યો હતો.
આ પણ વાંચો: Bagdana Case: જેલમાં જયરાજ આહિરની હાલત કફોડી! VIP ટ્રીટમેન્ટના બદલે આ રીતે વિતાવવી પડી રહી છે રાત


