Ahmedabad Accident: 24 વર્ષિય યુવકને ટુ-વ્હીલરે મારી ટક્કર, બાજુમાંથી પસાર થતી ટ્રક ફરી વળતાં મોત
Ahmedabad ના સરખેજ-વેજલપુર રોડ પર અંબર ટાવર પાસે ગંભીર અકસ્માતમાં 24 વર્ષીય ભીમકુમાર હરિકિશોર મહતોનું મોત થયું છે. રોડ ક્રોસ કરી રહેલા યુવકને પૂરપાટ ઝડપે આવેલી ટુ-વ્હીલરે ટક્કર મારી હતી. રોડ પર પટકાયેલા યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ બંને વાહનચાલકો ફરાર થતાં પોલીસે CCTV અને Human Intelligence થી તપાસ શરૂ કરી છે.
Advertisement
Ahmedabad Accident: અમદાવાદના સરખેજ-વેજલપુર રોડ પર અંબર ટાવર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 24 વર્ષીય યુવકનું કરુણ મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ ભીમકુમાર હરિકિશોર મહતો (Bhimkumar Harikishor Mahato) નામનો યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલા ટુ-વ્હીલરે તેને અડફેટે લીધો હતો.

