Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ઓઢવમાં શોલે.... આરોપીએ ફલેટની બાલ્કનીમાંથી કુદી પડવાની ધમકી આપી

અમદાવાદમાં આજે ઓઢવમાં લોકોએ શોલે ફિલ્મનો સીન લાઈવ જોયો. પોલીસ જ્યારે આરોપીને પકડવા માટે આવી ત્યારે આરોપી ફ્લેટની બાલ્કનીમાં ચઢી ગયો અને કુદી પડવાની ધમકી (suicide threatens) આપી હતી. વાંચો વિગવતાર.
ahmedabad   ઓઢવમાં શોલે     આરોપીએ ફલેટની બાલ્કનીમાંથી કુદી પડવાની ધમકી આપી
Advertisement
  • ઓઢવના શિવમ આવાસ ખાતે શોલે ફિલ્મના દ્રશ્યો સર્જાયા
  • આરોપીએ ફ્લેટની બાલ્કનીમાંથી કુદી પડવાની આપી ધમકી
  • પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ મહામહેનતે આરોપીને નીચે ઉતાર્યો

Ahmedabad : શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર પાણીની ટાંકી પર ચઢીને આત્મહત્યા કરવાની ધમકી આપે છે, આ આઈકોનિક સીન સૌ કોઈને યાદ છે. આવા જ ફિલ્મી દ્રશ્યો આજે અમદાવાદના ઓઢવ ખાતે જોવા મળ્યા હતા. જેમાં પોલીસ જ્યારે આરોપીને પકડવા આવી ત્યારે આરોપી ફ્લેટની બાલ્કનીમાં ચઢી ગયો અને કુદી પડવાની ધમકી (suicide threatens) આપવા લાગ્યો.

સમગ્ર ઘટનાક્રમ

અમદાવાદના ઓઢવમાં પોલીસ જ્યારે આરોપીને પકડવા માટે આવી ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ ફિલ્મી ઘટના ઓઢવના શિવમ આવાસ યોજના (Shivam Awas Yojana) ખાતે બની હતી. પોલીસને પકડવા આવતા જોઈને આરોપી શિવમ આવાસ યોજનાના ફ્લેટની બાલ્કનીમાં ચઢી ગયો હતો. પોલીસ આરોપીને નીચે ઉતરી જવા કહી રહી હતી ત્યારે આરોપીએ બાલ્કનીમાંથી કુદી પડવાની ધમકી આપી હતી. આરોપીએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોલીસે રેસ્કયૂ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોને પણ ઘટના સ્થળે બોલાવી લીધા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Visavadar by-Election : ગોપાલ ઈટાલિયા પર ભાજપના યજ્ઞેશ દવેના આકરા વાકપ્રહાર, X પર પોસ્ટ કરી તતડાવ્યા

મહામહેનતે રેસ્ક્યૂ કરાયું

ઓઢવના શિવમ આવાસ યોજના ખાતે આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આરોપીને પકડવાની કોશિશ કરતા આરોપી ફ્લેટની બાલ્કની પર ચઢી ગયો. આરોપીએ પોલીસને બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. પોલીસે સત્વરે ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી. ફાયર ડિપાર્ટમેન્ટના જવાનોએ સ્થળ પર પહોંચીને આરોપીને નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતું. પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની મહામહેનત અને લાંબા સમયની જહેમત બાદ આરોપી ઝડપાયો હતો. આરોપી સહીસલામત ઝડપાતા પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ અને આસપાસ એકઠા થઈ ગયેલા સેંકડો લોકોએ રાહતનો દમ લીધો હતો.

આ પણ વાંચોઃ VADODARA : પેન્શનના અભાવે શિક્ષણ સમિતિના નિવૃત્ત મહિલા ભીખ માંગવા મજબૂર

Advertisement

.

×