Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન: બહાલ કરાઈ

28 ઓક્ટોબર, 2024 એ પરિપત્ર જાહેર કરી સરકાર દ્વારા મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃતિ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
ahmedabad   આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન  બહાલ કરાઈ
Advertisement
  1. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર જોવા મળી ધારદાર અસર
  2. સરકાર દ્વારા આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન: બહાલ કરાઈ
  3. જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે
  4. શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો ચૈતર વસાવા અને અમારા દ્વારા વિરોધ કરાયો હતો : યુવરાજસિંહ જાડેજા
  5. આ નિર્ણયને અમે આવકારીએ છીએ, સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ : યુવરાજસિંહ

Ahmedabad : સરકાર દ્વારા આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુન: બહાલ કરવામાં આવી છે. આથી, હવે જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં (Management Quota) પ્રવેશ મેળવશે તેમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. અગાઉ 28 ઓક્ટોબર, 2024 ના રોજ પરિપત્ર જાહેર કરી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃતિ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat first) દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેની ધારદાર અસર જોવા મળી છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) પણ વીડિયો જાહેર કરી માહિતી આપી છે.

આ પણ વાંચો - Sabarkantha : હિંમતનગરની નગરપાલિકાનાં પદાધિકારીઓમાં કુસંપ!

Advertisement

Advertisement

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને પુન: બહાલ કરવામાં આવી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો અને ફોટા પોસ્ટ કરી લખ્યું કે, 'આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં (Management Quota for Tribal Children) મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને પુન: બહાલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર, 2024 ના રોજ પરિપત્ર જાહેર કરી મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃતિ બંધ કરી દેવાઈ હતી. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજનાં 50,000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિ એટલે કે શિક્ષણથી વંચિત રહ્યા હતા.'

આ પણ વાંચો - Daman : કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકી તણાઈ, એકનું મોત

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજાએ કહી આ વાત

યુવરાજસિંહે (Yuvrajsinh Jadeja) વધુમાં લખ્યું કે, 'ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) અને અમારા દ્વારા આનો આક્રામક વિરોધ કરવામાં આવ્યો. અનેકવાર બિરસા મુંડા કચેરી, સચિવાલય (Gandhinagar) અને ગુજરાતની તમામ આદિજાતિ કચેરીનો ઘેરાવ કર્યો. માંગણી એક જ હતી કે પરિપત્ર તાત્કાલીક રદ્દ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લઈ શિષ્યવૃતિ પુન: બહાલ કરવામાં આવે. આજે એના પરિણામનાં ભાગરૂપ આદિજાતિ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના પુનઃ બહાલ કરવામાં આવી છે. આજનાં નિર્ણયને અમે આવકારીએ છીએ. સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.'

આ પણ વાંચો - Rajkumar Jat Case : રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ

Tags :
Advertisement

.

×