Ahmedabad : બજારોમાં પાઠ્ય પુસ્તકોની અછતથી વિદ્યાર્થીઓ પરેશાન, શૈક્ષણિક કાર્યને અસર
- મોટાભાગની શાળાઓ 9મી તારીખથી શરુ થઈ ગઈ છે
- હજૂ પણ પાઠ્ય પુસ્તકોની અછત (Text Book Shortage) વર્તાઈ રહી છે
- શિક્ષણકાર્ય ખોટકાતા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે પરેશાન
- વાલીઓને પણ રોજેરોજ બજારના ધરમધક્કા થઈ રહ્યા છે
Ahmedabad : રાજ્યભરની મોટાભાગની શાળાઓ શરુ થઈ ચૂકી છે. જો કે શિક્ષણકાર્ય માટે અનિવાર્ય એવા પાઠ્ય પુસ્તકોની બજારમાં તંગી સર્જાતા (Text Book Shortage) માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં જ ધોરણ 1 થી 12 સુધીના પાઠ્ય પુસ્તકોની અછત વર્તાઈ રહી છે. શહેરની ગ્રાન્ટેડ શાળાઓથી લઈને ખાનગી બૂક સ્ટોરમાં પાઠ્ય પુસ્તકોની અછત જોવા મળી રહી છે.
શૈક્ષણિક કાર્ય ખોટકાયું
શાળા શરૂ થયાને 4 દિવસ થયા છતાં પણ પાઠ્ય પુસ્તકોની અછતને લીધે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર અસર વિપરીત અસર થઈ રહી છે. માત્ર ગુજરાતી માધ્યમ (Gujarati Medium) જ નહિ પરંતુ અંગ્રેજી માધ્યમ (English Medium) માં પણ ધોરણ 1થી 12ના કેટલાંક વિષયના પુસ્તક ઉપલ્બધ નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ 1 થી 8 ના અંગ્રેજી માધ્યમનું એક પણ પુસ્તક ઉપલબ્ધ નથી.
Text Book Shortage Gujarat First
આ પણ વાંચોઃ “અમે વગડાના વાસી” ગીતથી ચારણ કન્યા સોશિયલ મીડિયામાં વાયરલ! ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
વાલીઓને ધરમધક્કા
ગુજરાત રાજ્યના મુખ્ય મથક એવા અમદાવાદ શહેરમાં ગ્રાન્ટેડ શાળાઓથી લઈને ખાનગી બૂક સ્ટોરમાં પાઠ્ય પુસ્તકોની અછત જોવા મળી રહી છે. વાલીઓ રોજ બજારમાં જાય છે વિવિધ બૂક સ્ટોર પર જાય છે પરંતુ તેમને નિરાશા સાંપડે છે. શાળા શરુ થઈ તે અગાઉથી વાલીઓ પાઠ્ય પુસ્તકોની ખરીદી માટે માર્કેટમાં વારંવાર જઈ રહ્યા છે. જો કે માર્કેટમાં પાઠ્ય પુસ્તકો ઉપલબ્ધ નહીં હોવાથી વાલીઓને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. દેવાશીષ નામના એક વાલીએ જણાવ્યું કે, હું છેલ્લા 6થી 7 દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું પરંતુ પાઠ્ય પુસ્તકો મળી રહ્યા નથી. આજે 7 દિવસ બાદ મને 2 પાઠ્ય પુસ્તક મળ્યા છે જો કે હજૂ પણ બાકીના પાઠ્ય પુસ્તક મળ્યા નથી. હવે બીજી તરફ બૂક સ્ટોર સંચાલક એવા અતુલ શાહ જણાવે છે કે, ધોરણ 11-12ના ટ્યૂશન વેકેશનથી જ શરુ થઈ જતાં હોવાથી સરકારે આ ધોરણના પૂરતા પાઠ્ય પુસ્તકો વેકેશનથી જ ઉપલબ્ધ કરાવી દેવા જોઈએ. અહીં રોજના અનેક ગ્રાહકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે.
Text Book Shortage Gujarat First-
આ પણ વાંચોઃ Gujarat Rain : આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી