Ahmedabad : ISKCON મંદિરનાં સંચાલકો સામે ગંભીર આક્ષેપો થતાં હડકંપ! નિવૃત્ત આર્મીમેનની હેબિયસ કોર્પસ
- અમદાવાદનાં ISKCON મંદિરનાં સંચાલકો સામે ગંભીર આક્ષેપ
- મંદિરમાં યુવાન દીકરીઓનું બ્રેઈન વોશ કરાતું હોવાનો આરોપ
- સમગ્ર મામલે નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી
અમદાવાદનાં (Ahmedabad) ઇસ્કોન મંદિરનાં (ISKCON) સંચાલકો સામે ગંભીર આક્ષેપો થતાં હડકંપ મચી જવા પામ્યો છે. મંદિરમાં યુવાન દીકરીઓનું બ્રેઇન વોશ (Brain Washed) કરાતું હોવાના આરોપ સાથે નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે. અરજદારની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનનાં મથુરાનાં (Mathura) શિષ્ય સાથે ભગાડી દેવાયાનાં આક્ષેપ પણ કરાયા છે. આ મામલે વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં થશે.
આ પણ વાંચો - PMAY Scam : 250 લોકો પાસેથી રૂ. 3 કરોડથી વધુ પડાવ્યા, ભેજાબાજનું કાવતરું જાણી ચોંકી જશો!
ISKCON મંદિરનાં સંચાલકો સામે હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ
અમદાવાદનાં ઇસ્કોન મંદિરનાં (ISKCON) સંચાલકો વિવાદમાં સપડાયા છે. સંચાલકો સામે બ્રેઇન વોશ (Brain washed) સહિતનાં ગંભીર આક્ષેપો થયા છે. માહિતી અનુસાર, અમદાવાદનાં એક નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ (Habeas Corpus) કરી અમદાવાદનાં ઇસ્કોન મંદિરનાં સંચાલકો પર ગંભીર આક્ષેપ કર્યા છે. અરજદારે આરોપ કરતા જણાવ્યું કે, તેમની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનનાં મથુરાનાં શિષ્ય સાથે ભગાડી દેવાઈ હતી. અરજદારે કહ્યું કે, ઇસ્કોન મંદિરમાં ભક્તિનાં નામે દીકરીઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે. ઇસ્કોન મંદિરમાં તેમની દીકરીનાં ગુરુ સુંદરમામા પ્રભુ એ પોતાનાં શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાની વાત કરી હતી.
આ પણ વાંચો - Anand : ગાંધીનાં ગુજરાતમાં 'સિંઘમ' જ દારૂનાં વેપલામાં સામેલ! હેડ કોન્સ્ટેબલનાં ઘરેથી મળ્યો વિદેશી દારૂ
દીકરીનાં ગુરુ એ પોતાનાં શિષ્ય સાથે પરણાવી દેવાની વાત કરી હોવાનો આરોપ
માહિતી અનુસાર, અરજદાર અલગ જ્ઞાતિનાં હોવાથી શિષ્ય સાથે પરણાવવાનો ઇન્કાર કર્યો હતો. આરોપ અનુસાર, અરજદારની દીકરીને ભડકાવી રૂ. 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ મથુરાનાં એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી હતી. મંદિરનાં સંતો પોતે કૃષ્ણ અને 600 યુવતીઓ ગોપી હોવાનો દાવો કરે છે. યુવતી હાલ યુપીનાં મથુરામાં હોવાની અરજદાર પાસે માહિતી છે. અરજદારે કોર્ટમાં જણાવ્યું કે, જુલાઈ માસમાં CP, ગૃહમંત્રી, કાયદામંત્રીને પણ આ મામલે અરજી કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat First) સંબંધિત પક્ષકારોને નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે હવે જાન્યુઆરી મહિનામાં વધુ સનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો - Ahmedabad : ખોખરામાં અકસ્માત, વૃદ્ધ અને 3 વર્ષીય બાળકીનું મોત, બહેરામપુરામાં બે બાલ્કની ધરાશાયી