Ahmedabad: DJ વગાડવા બાબતે લગ્નમાં પથ્થરમારો! શું જાન લીલા તોરણે પાછી ગઈ?
- Ahmedabad ના શહેર કોટડા પોલીસ સ્ટેશન બહાર ધરણા
- લગ્ન પ્રસંગમાં પથ્થરમારાને લઈને પીડિત પરિવારમાં રોષ
- હિંદુવાદી સંગઠનો અને પીડિત પરિવાર ધરણા પર બેઠા
Ahmedabad: અમદાવાદના શહેર કોટડા (Shaher Kotda) વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ હિંસક ઘટનાના વિરોધમાં અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે પીડિત પરિવાર અને વિવિધ હિન્દુવાદી સંગઠનો (Hindu Organizations) શહેર કોટડા પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી ગયા છે.
Ahmedabad: ડીજે (DJ) વગાડવા બાબતે વિવાદ
મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગમાં ડીજે વાગી રહ્યું હતું ત્યારે આસપાસ રહેતા અન્ય સમુદાયના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. પીડિત પરિવારનો આક્ષેપ છે કે મુસ્લિમ (Muslim) સમુદાયના પુરુષો, મહિલાઓ અને બાળકોએ એકઠા થઈને લગ્ન પ્રસંગમાં પથ્થરમારો કર્યો છે. પ્રસંગમાં વિઘ્ન આવતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Ahmedabad: પોલીસની કાર્યવાહી અને DCPનું નિવેદન
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ કમિશનર (DCP) ના જણાવ્યા અનુસાર, ડીજે વાગવાના કારણે આસપાસના લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં 112 નંબર પર કોલ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિકો રજૂઆત કરવા ગયા હતા ત્યારે બોલાચાલી અને બૂમો પાડવાની ઘટના બની હતી. અત્યાર સુધીમાં પોલીસે એક સગીર સહિત કુલ 7 આરોપીઓની અટકાયત (Detention) કરી છે અને અન્ય શંકાસ્પદોની શોધખોળ ચાલુ છે. વધુમાં કહ્યું પરિવાર તરફથી જાણવા મળ્યું છે કે લગ્નની વિધિઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન
પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે માત્ર ડીજે બંધ કરવાનું કહીને હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે પ્રસંગ બગડ્યો છે. હિન્દુવાદી સંગઠનો પણ આ મામલે મેદાને આવ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ સ્ટેશન બહાર બેનરો સાથે ધરણા પર બેઠેલા લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની ગુહાર લગાવી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Raju Karpada અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક! પાલ આંબલિયાએ બેઠકને લઈ શું કહ્યું?


