Ahmedabad : શું તમે શાહીબાગ અંડરપાસ થઈને જાઓ છો? તો વાંચી લો આ મહત્ત્વનાં સમાચાર
- Ahmedabad નો શાહીબાગ અંડરપાસ ફરી એકવાર બંધ
- 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી બંધ શાહીબાગ અંડરપાસ
- રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અંડરપાસ
- બુલેટ ટ્રેનની કામગીરી સંદર્ભે માત્ર રાત્રી દરમિયાન બંધ રહેશે
Ahmedabad : અમદાવાદીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. શહેરનો વ્યસ્ત પૈકી એક શાહીબાગ અંડરબ્રિજ (Shahibaug Underpass) ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શાહીબાગ અંડરપાસને 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ અંડરપાસ રહેશે એવી માહિતી છે. બુલેટ ટ્રેનની કામગીરી (Bullet Train Project) સંદર્ભે માત્ર રાત્રિ દરમિયાન બંધ રહેશે એવી માહિતી છે.
Ahmedabad નો શાહીબાગ અંડરપાસ ફરી 5 દિવસ માટે બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Modi) ડ્રીમ પ્રોજેક્ટ પૈકી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની (Bullet Train Project) કામગીરી અમદાવાદ ખાતે પૂરઝડપે ચાલી રહી છે. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરીને પગલે અને સાવચેતીનાં ભાગરૂપે તંત્ર દ્વારા ફરી એકવાર શાહીબાગ અંડરપાસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંડરપાસને બંધ કરવામાં આવશે. બુલેટ ટ્રેનની કામગીરી સંદર્ભે માત્ર રાત્રિ દરમિયાન અંડરબ્રિજ બંધ રહેશે. આથી, દિવસ દરમિયાન વાહનચાલકોને કોઈ હાલાકી ભોગવવી નહીં પડે.
Ahmedabad Shahibaug Underpass close
અમદાવાદનો શાહીબાગ અંડરપાસ ફરી એકવાર બંધ
30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી બંધ શાહીબાગ અંડરપાસ
રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અંડરપાસ
બુલેટ ટ્રેનની કામગીરી સંદર્ભે માત્ર રાત્રી દરમિયાન બંધ રહેશે#Gujarat #Ahmedabad… pic.twitter.com/wxDaQLjGTh— Gujarat First (@GujaratFirst) January 30, 2026
આ પણ વાંચો - Anand: આણંદના આંગણે વિકાસનો ઉત્સવ! CM ભૂપેન્દ્રભાઈ પટેલે આપી 234 કરોડની ભેટ!
અગાઉ પણ બંધ કરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી
નોંધનીય છે કે, આ પહેલા પણ શાહીબાગ અંડરબ્રિજને (Shahibaug Underpass) વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. અંડરપાસ બંધ કરાતા સુભાષ બ્રિજનાં છેડે રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. અંડરપાસની આસપાસના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. શાહીબાગ અંડરપાસ ખાતે 5 દિવસ (23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી) માટે વાહનવ્યવહાર બંધ કરાયો હતો. જો કે, નક્કી કરેલ મર્યાદાનાં 16 કલાક પહેલા જ તંત્ર દ્વારા અંડરબ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મૂકાયો હતો.
આ પણ વાંચો - Parshottambhai Solanki ના 'ધોકા' વાળા નિવેદનથી આહીર સમાજ રોષે, મહેન્દ્રભાઈ કચોટે શું કહ્યું?


