Independence Day Celebration : અમદાવાદમાં શુકન સ્કાય સોસાયટીમાં તિરંગા યાત્રા સાથે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
અમદાવાદમાં શુકન સ્કાય કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે ઉત્સાહસભર વાતાવરણમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રહીશોએ દેશભક્તિના નારા સાથે તિરંગા યાત્રા કાઢી પરિસરમાં ધ્વજવંદન કર્યું હતું. સેનાના ગણવેશમાં બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તમામ સભ્યોએ ‘વિકસિત ભારત @2047’ ના લક્ષ્યને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રથમની ભાવના જાળવવાના દ્રઢ શપથ લીધા હતા.
Advertisement
Independence Day Celebration : દેશભરમાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહપૂર્ણ ઉજવણી વચ્ચે શુકન સ્કાય કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. આ વિશેષ પ્રસંગે સોસાયટી પરિસરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ તિરંગા યાત્રા કાઢી, ધ્વજવંદન કર્યું અને દેશના સર્વાંગી વિકાસ માટે 'વિકસિત ભારત @2047' નો દ્રઢ સંકલ્પ લીધો હતો.

