Ahmedabad : શ્યામલ વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં લાગી હતી ભયંકર આગ, વાહનો બળીને ખાખ થતા ધુમાડાના ગોટેગોટા દેખાયા
- Ahmedabad ના શ્યામલ ક્રોસ રોડ નજીક કોમ્પ્લેક્સમાં લાગી હતી આગ
- સાંગરીલા-2 કોમ્પ્લેક્સમાં લાગી હતી ભયંકર આગ
- પાર્કિગમાં પડેલ વાહન પણ બળીને થયા ખાખ
- 10 જેટલી ફાયરની ગાડીઓ હતી ઘટના સ્થળે
- ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો
Ahmedabad : અમદાવાદના શ્યામલ (shyamal) વિસ્તારમાં આવેલી સાંગરિલા-2 બિલ્ડિંગમાં (building) આજે અચાનક ભીષણ આગ (fire) ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આજે આગ લાગવાની ઘટના બની હતી અને ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે, આગ સમયે કોમ્પલેક્ષમાં રહેલા 30 જેટલા લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતાં. આગ આખા કોમ્પ્લેકક્ષના જમણા ભાગે ફેલાઈ ગઈ હતી અને મોટું નુકસાન થયું હતુ. આગના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી બેંક, ATM મશીનરી બળીને ખાખ થઈ હતી, કોમ્પ્લેક્સમાં રહેલ અન્ય ઓફિસને પણ નુકસાન થયું છે. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને જિમમાં ફસાયેલા અનેક લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.
Ahmedabad fire: "આગ લાગી ત્યારે માણસોને ઉપરથી નીચે કૂદતા અટકાવ્યા"
અમદાવાદમાં કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પર કાબુ
ફાયર બ્રિગેડે 30 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
આગને કારણે બેંક અને ATM મશીન બળીને ખાખ
કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ અને જિમને નુકસાન
પાર્કિંગમાં રહેલા 8 ટુ વ્હીલર વાહનો ખાખ… pic.twitter.com/gp3pLsqrC8— Gujarat First (@GujaratFirst) April 27, 2026
Ahmedabad : વાહનો બળીને ખાખ થયા
આગ એટલી પ્રસરી ગઈ હતી કે પાર્કિગમાં રહેલા વાહનો બળીને ખાખ થયા હતા સાથે સાથે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, બિલ્ડિંગમાં આવેલું એક ATM પણ આગની ચપેટમાં આવી ગયું હતું. કોમ્પ્લેક્સમાં ફસાયેલા 30 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આ દુર્ઘટનામાં મોટાપાયે મિલકતનું નુકસાન થયું છે.
આ પણ વાંચો : Jamnagar જિલ્લા પંચાયત કચેરીમાં વહેલી સવારે લાગી આગ


