Ahmedabad : ચાંદીમાં રોકાણના નામે ચોપડયો ચૂનો!, 40 લોકો સાથે 10.67 કરોડની ઠગાઈ
અમદાવાદ ગ્રામ્યના ધોળકા વિસ્તારમાં ચાંદીમાં ઊંચા વળતરની લાલચ આપીને 40 લોકો સાથે 10..67 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 'હરિ જવેલર્સ'ના સંચાલકોએ રોકાણકારોને નફો કે મૂળ રકમ ન આપીને દુકાન બંધ કરી ફરાર થઈ જતા પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
Advertisement
Ahmedabad fraud: અમદાવાદ ગ્રામ્યના ધોળકા પંથકમાં ચાંદીના વ્યવસાય અને રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. 'હરિ જવેલર્સ'ના સંચાલકો ઘનશ્યામ સોની અને યશ સોની દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

