Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: 'ધ ઓપ્સિડિયલ કેફે'માં પોલીસના દરોડા, ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું, સંચાલક સામે ફરિયાદ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે સોલા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. છારોડી વિસ્તારમાં આવેલા એક જાણીતા કેફેમાં છૂપી રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ahmedabad news   ધ ઓપ્સિડિયલ કેફે માં પોલીસના દરોડા  ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું  સંચાલક સામે ફરિયાદ
Advertisement
  • Ahmedabad ના છારોડી પાસે આવેલા હુક્કાબારમાં કાર્યવાહી
  • સોલા પોલીસે રેઇડ કરી 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ધ ઓપ્સિડિયલ કેફેમાં ચાલતું હતું ગેરકાયદે હુક્કાબાર
  • પોલીસે હુક્કાબાર સંચાલક મયંક ગોરવીયાળા સામે ફરિયાદ નોંધી

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે સોલા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. છારોડી વિસ્તારમાં આવેલા એક જાણીતા કેફેમાં છૂપી રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad ના છારોડી પાસે આવેલા હુક્કાબારમાં કાર્યવાહી

મળતી માહિતી મુજબ, સોલા પોલીસને બાતમી મળી હતી કે છારોડી પાસે આવેલા 'ધ ઓપ્સિડિયલ કેફે' (The Obsidial Cafe) માં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે સોલા પોલીસની ટીમે તાત્કાલિક અસરથી કેફેમાં દરોડા પાડ્યા હતા.

Advertisement

આશરે રૂ. 10 હજારનો મુદ્દામાલ કબ્જે

પોલીસની રેઇડ દરમિયાન કેફેમાંથી હુક્કા અને તેને સંબંધિત વિવિધ સામગ્રી મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી છે. પોલીસે સ્થળ પરથી આશરે રૂ. 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં કેફેના સંચાલક મયંક ગોરવીયાળા વિરુદ્ધ સોલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસની આ કડક કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: Babesia Virus: 900 સિંહને બેબીસીયા વાયરસથી બચાવવા 300 અધિકારીઓ મેદાને, જાણો વન વિભાગનો 'પ્લાન'

Tags :
Advertisement

.

×