Ahmedabad : 1.5 કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા 2 ગુનેગારોને સ્પે. NDPS કોર્ટે 15 વર્ષ કેદની સજા ફટકારી
- વર્ષ 2019ના એસજી હાઈવે પરના અત્યંત ચકચારી એવા ડ્રગ્સ કેસમાં ઉદાહરણીય ચુકાદો
- સ્પે. NDPS કોર્ટે આરોપીઓને 2 લાખ રુપિયાનો દંડ અને 15 વર્ષ કેદની સજા ફટકારી
- ક્રાઈમ બ્રાન્ચે 1.5 કરોડના ડ્રગ્સ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
Ahmedabad : વર્ષ 2019માં એસ.જી. હાઈવે પર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મઝહર હુસેન તેજાબવાલા (Mazhar Hussain Tejabwala) અને ઈમ્તિયાઝ શેખ (Imtiaz Sheikh) નામક શખ્શો પાસેથી 1.5 કરોડના ડ્રગ્સ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં સ્પે. NDPS કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવીને 2 લાખ રુપિયાનો દંડ અને 15 વર્ષની સજા ફટકારી છે. મદદનીશ સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોર (Dilipsinh Thakor) એ કેસમાં ધારદાર દલીલો કરતા સ્પે. NDPS કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ ઉપરાંત કોર્ટે આરોપીઓ પાસેથી મળેલ રોકડ રકમ મામલે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવા કોર્ટે આદેશ કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમ
અમદાવાદ 24 કલાક ધમધમતા એસ.જી. હાઈવે પર 26મી સપ્ટેમ્બર 2019 ના રોજ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખ નામક શખ્શો પાસેથી 1.5 કરોડના ડ્રગ્સ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ બંને આરોપીઓ મુંબઈના ડોંગરી વિસ્તારના કુખ્યાત ડ્રગ્સ ડીલર અસ્ફાક બાવા (Asfaq Bawa) પાસેથી ડ્રગ્સ લાવતા હતા. આ બંને આરોપીઓ વિરુદ્ધ સ્પે. NDPS કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવીને 2 લાખ રુપિયાનો દંડ અને 15 વર્ષ કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચોઃ Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
કોર્ટનો ઉદાહરણીય ચુકાદો
6 વર્ષ જૂના એક કેસમાં સ્પે. NDPS કોર્ટે ઉદાહરણીય ચુકાદો આપ્યો છે. વર્ષ 2019માં અમદાવાદના એસ.જી. હાઈવે પરથી 1.5 કરોડના ડ્રગ્સ સહિત 2.01 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખ નામક શખ્શોની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ વિરુદ્ધ સ્પે. NDPS કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવીને 2 લાખ રુપિયાનો દંડ અને 15 વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીઓ પાસેથી મળેલ રોકડ રકમ મામલે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવા આદેશ કર્યો છે. આ સમગ્ર સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે ધારદાર દલીલો કરી હતી.
આ પણ વાંચોઃ Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર