Ahmedabad: સનાથલ ટોલટેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ પલટી મારી, શું ચાલક નશામાં હતો?
અમદાવાદના સનાથલ ટોલટેક્સ નજીક રિંગ રોડ પર દારૂના નશામાં પૂરપાટ ઝડપે દોડતી રિક્ષા પલટી મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 થી 5 લોકોને ઇજા થઈ હતી, જેમાંથી 2 ગંભીર લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. 112 પોલીસે નશાખોર રિક્ષા ચાલકને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Ahmedabad Accident: અમદાવાદ શહેરના એસ.પી. રિંગ રોડ (Ring Road) પર અકસ્માતોની શ્રેણી અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ સનાથલ ટોલટેક્સ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) ની ઘટના સામે આવી છે, જેણે સ્થાનિક પ્રશાસન અને સામાન્ય નાગરિકોને ચોંકાવી દીધા છે. એક બેફામ બનેલા રિક્ષા ચાલકે સદંતર નશાની હાલતમાં વાહન ચલાવીને માર્ગ પર પસાર થતા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ હંમેશા વધુ રહે છે, ત્યારે આવી બેદરકારી મોટી હોનારત સર્જી શકે છે.

